SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ કન્યાને પતિ અને તેથી કરીને જ તે ચુસીને વતની હોવા છતાં, લોકો તેને ફેંચ કહેતા. ફ્રાન્સના ક્રાંતિઓર લોકો જ આવા નાસ્તિક હોય ! ભલભલા મોટા દેશમાં પણ માણસ પોતાના સહબંધુઓથી બહુ અલગ પડી જઈને ન જીવી શકે. ફ્રાંસમાં તેથી “દેખાવ સાચવી લેવાનું, અને ઇંગ્લેંડમાં ‘શિષ્ટ દેખાવાનું’ સુખી જીવન માટે આવશ્યક ગણાય છે. તો પછી નાનાં શહેરમાં વસનાર માણસને તો આસપાસની ટીકાટિપ્પણીથી ખાસ ડરવું પડે. માણસ તોપમારાને સામનો કરી શકે, કે દરિયાઈ તેફાનને; પણ “દુનિયા’ કે ‘લોકો ની ટીકાનો સામનો ન કરી શકે. મેસ લેથિયરી પણ તેથી પોતાનો આ વિરોધ મનમાં જ ભંડારી રાખો. તે પોતે ભલે પાદરીઓ પાસે ન જાય; પણ પાદરીઓ તેની પાસે આવે, ત્યારે તે પોતાનાં બારણાં બંધ કરી દે નહીં. જયારે એ બધા પાદરીઓ પ્રસંગોપાત્ત તેની મુલાકાતે આવતા, ત્યારે તે તેમને યથાયોગ્ય સત્કાર કરતે. દેશત પણ વર્ષના ચાર મુખ્ય પ્રસંગોએ એપ્લિકન ચર્ચમાં હાજરી આપતી. ઘણાં વર્ષોમાં એક વખત મેસ લેથિયરી પણ તેની સાથે એ દેવળમાં ગયો હતો. જોકે, બહારના દેખાવ પૂરતી પણ આ બધી છૂટછાટ મૂકવા જતાં તેનો પાદરીવર્ગ પ્રત્યેનો અણગમો જ વધ્યે જતો હતો. એનો બદલો તે એ લોકોની પાછળ તેમના ચાળા પાડીને કે ચેષ્ટાઓ કરીને અચૂક લેતો. કહે છે ને કે, માણસની જેવી પ્રકૃતિ પડી ! કોઈ કોઈ વખત તે પરણેલા પાદરીને તેની પત્ની સાથે જતો જોતો, ત્યારે તો તેના ગુસ્સાનું ઠેકાણું જ ન રહેતું. “સ્ત્રીનું ગાઉન અને પાદરીનું ગાઉન બે ભેગાં સારાં નથી લાગતાં!” એમ જ તે કહેતો. તેને મન પાદરીઓ એ જુદી જાત જ હતી. પાદરી વિષે તે એમ જ બોલે કે, “પુરુષ પણ નહિ, સ્ત્રી પણ નહિ, માત્ર પાદરી !” તેથી તે દેશેતને પણ વારંવાર કહ્યા કરતો –“જેને પરણવું હોય તેને પરણજે, પણ કોઈ પાદરીને તો નહિ જ!” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy