SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ માણસ જ ભૂખ્યા નથી હોતા એ આખું પ્રાણી બરફ જેવું ઠંડુ હોય છે. જિલિયાતના ડાબા હાથ છૂટા હતા, અને તે હાથમાં છરી હતી. પણ આ પ્રાણીની સૂંઢો ગમે તેવી ધારદાર છરીથી પણ કાપી શકાતી નથી. ઉપરાંત તે સૂંઢો આપણા શરીરને એવી ચપ્પટ ચાટી હાય છે કે, એ પટ્ટા ઉપર છરી મારવા જઈએ, તો આપણી ચામડી પણ કપાય. આ ડેવિલ-ફિશનું મર્મસ્થાન તેનું કેન્દ્ર છે. ત્યાંથી જ તેને વીંધી શકાય. જિલિયાત એ વાત જાણતા હતા. જોકે, તેણે આજ સુધી આ કદનું ડેવિલ-ફિશ નજરે જોયું ન હતું. ડેવિલ-ફિશને મારવું હોય, તે સાંઢને મારવા હોય તેની પેઠે એક અમુક ખાસ તકની રાહ જોવી જોઈએ. સાંઢ જયારે ડોક નીચી કરે ત્યારે, અને ડેવિલ-ફિશ તેનું માથું આગળ લાવે ત્યારે. જે એ ઘડી ચૂકે, તેનું આવી બન્યું. કારણ કે, સાંઢ તમને ગાતું મારવા ડોકું નીચું કરે છે; અને ડેવિલ-ફિશ તમારી છાતીએ બચકું ભરવા પેાતાનું માથું આગળ લાવે છે. અચાનક ડેવિલ-ફિશે તેને છઠ્ઠો પટ્ટો ઉગામ્યો અને જિલિયાતના ડાબા હાથને પકડવા પ્રયત્ન કર્યો, પણ તે જ ઘડીએ તેની છાતીએ વળગવા પેાતાનું માથું પણ આગળ કર્યું. ટાંપી રહેલા જિલિયાતે તરત જ પેાતાની છરી પેલા કેન્દ્રમાં ખાસી દીધી અને તેની બંને આંખોની આસપાસ ઝપાટાબંધ ગોળ કુંડાળું થાય તેમ કચકચ ચલાવી. દાંત ખેંચી કાઢે, તેમ તેનું માથું તેણે કાપીને ખેંચી કાઢયું. બધું પતી ગયું. આખું પ્રાણી મડદું થઈને નીચે પડી ગયું. પેલા પટ્ટાઓ ઢીલા પડી જતાં આપેાઆપ ઊકલી ગયા. ૧૯૭ ડેવિલ-ફિશ તો મર્યું; પણ જિલિયાતની વલે બેસી ગઈ હતી. તેના જમણા હાથે અને આખા શરીરે બસેાથી વધારે લાલ લાલ ઢીમણાં ઊઠી આવ્યાં હતાં. કેટલાંકમાંથી તે લેાહી વહેતું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy