SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ પ્રેમ-બલિદાન વહેલ-મસ્ય જંગી હોય છે; આ ડેવિલ-ફિશ નાનું હોય છે. હિપપોટેમસને ભારે અને જાડું ચામડું હોય છે; આ ડેવિલ-ફિશ નગ્ન જ હોય છે. તે કશો અવાજ કરતું નથી, તેને આગળ સીંગડાં જેવું કાંઈ હેતું નથી, ડંખ હોતો નથી, નહેર હોતા નથી, પૂંછડી હોતી નથી, શિહોળિયાં હોતાં નથી, તરવાર જેવું કોઈ ધારદાર સાધન હોતું નથી; કેટલાંક જળચર પ્રાણીઓને હોય છે તેવો વીજળીના સ્પર્શ જેવો “શૉક’ હોત. નથી, તીણી ચાંચ હોતી નથી કે મગર જેવાં દાંતાળાં જડબાં હોતાં નથી. છતાં આ ડેવિલ-ફિશ જ બધાં પ્રાણીઓ કરતાં મારક હથિયારથી વધુ સુસજજ હોય છે. તેના પટ્ટાઓના વિટા તોડી-વછોડી શકાતા નથી. તેઓ જ્યાં ચાટે છે ત્યાં વચ્ચે હવા વગરનું પોલાણ ઊભું કરે છે, અને તેથી દાક્તરો કાચના પ્યાલા ગરમ કરીને શરીર ઉપર ચોટાડે છે, તેની પેઠે સખત ચોટી જાય છે. વસ્તુતાએ એ પટ્ટા જેવી સુંઢો નીચે નાના નાના પ્યાલા હોય છે – જે શિકાર ઉપર સખત ચોટી જાય છે. દરેક સુંઢના પટ્ટા નીચે ઓછામાં ઓછા એવા પચાસ પ્યાલા હોય છે. આ આખું શોષણ-યંત્ર એ પ્રાણીના કહ્યામાં હોય છે. પોતાની મરજી મુજબ તે એ પ્યાલા બહાર કાઢી શકે છે અને પછી હવા ખેંચી લઈ શકે છે. ચુસીમાં આ ડેવિલ-ફિશ ભાગ્યે જોવામાં આવે છે; જસ તરફ એ બહુ નાનાં હોય છે. સાર્ક ટાપુ તરફ તે બહુ મોટાં હોય છે તથા મોટી સંખ્યામાં જોવા મળે છે. આ ડેવિલ-ફિશ તરી પણ શકે છે, તથા ચાલી પણ શકે છે. તેને હાડકાં હોતાં નથી, લેહી હોતું નથી, સ્નાયુઓ હોતા નથી. એ લાચા જેવું હોય છે. એ માત્ર ચામડી છે. એની સૂઢોને તમે મોજાની પેઠે અંદરથી બહાર ઉલટાવી શકો. તેના કેન્દ્રમાં એક જ માં હોય છે. કદાચ તે તેની ગુદા અને મોં બંનેનું કામ આપતું હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy