SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-બલિદાન લેથિયરીને કાગળ લખીને ખબર આપીશ કે, તમે તેમના વતી મારી પાસેનો હિસાબ ચૂકતે કરી લીધો છે.” તે રાતે પણ સ્યુ કલુબિન મોડો જ પાછો ફર્યો. તેને આજે મોડું થવાનું એક કારણ એ હતું કે તેણે એક પ્રખ્યાત દારૂની દુકાને જઈ જલદ બ્રાન્ડીની એક બાટલી ખરીદી હતી. બાટલી તેણે પોતાના કોટના મોટા ખીસામાં છુપાવીને મૂકી દીધી. પછી દુરાંદે બીજા દિવસે ઊપડવાનું હોવાથી, તે ત્યાં જઈ, બધું બરાબર છે કે નહિ એ જોઈ આવ્યો. સ્યુ કલુબિન જ્યારે લૉબર્ન-જ્યાં વીશીમાં પાછો આવ્યો, ત્યારે નીચેના ઓરડામાં પેલો જાણીતો કપ્તાન જન્હેં-જબૂરો એક્લો જ બેઠેલો હતો. સ્યુ કલુબિનને આવેલો જોઈ તેણે કહ્યું, “ગૂડ-ઇવનિંગ, કેપ્ટન કલુબિન." ગૂડ-ઇવનિંગ, કેપ્ટન જ.” “ટેમોલિપસ જહાજ ઊપડી ગયું.” “એમ? મને એ વાતનો ખ્યાલ જ ન હતો.” “ઝક્યૂએલા પણ ગયો.” કયારે?” “આજે સાંજે.” “કઈ તરફ?” ચિલિના એરેકિયા તરફ.” “ઠીક તો હું સૂવા જાઉં છું.” એમ કહી કલુબિન મીણબત્તી સળગાવી પોતાના કમરા તરફ ચાલવા લાગ્યો, પણ તરત થોભીને તેણે પૂછ્યું, “કેપ્ટન જમેં, તમે કદી ઍકિયા ગયા છો?” “હા ઘણાં વરસ પહેલાં.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy