SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ તે તરફ જતાં જહાજો સામાન્ય રીતે વચ્ચે કયાંય બંદર કરત જાય છે?” દરેક ઠેકાણે; પણ ટેમોલિપસ જહાજ તો કોઈ બંદરે નહિ થોભવાનું; તે તો સીધું ચીલી જ પહોચવાનું ” “અર્થાત તેના ઉપરથી આખી મુસાફરા દરમ્યાન કશા સમાચાર અહીં ન પહોંચાડી શકાય ખરું ને ?” “માફ કરજો, કેપ્ટન કલુબિન, આ જહાજ ભલ બદર ન કર, પણ વચ્ચે મળતાં યુરોપ જતાં જહાજો મારફતે તે ટપાલ પહોંચાડી શકે. ઉપરાંત મહાસાગરની ટપાલ-પેટી તો છે જ.” “મહાસાગરની ટપાલ-પેટી?” “હા, તમે જાણતા નથી? મૅગેલનની સામુદ્રધુની પસાર કરીને આગળ વધતાં ખૂબ તોફાનો નડે છે. ત્યાં સઢ-બઢ સમારી કરી, પોર્ટ ઍનની ફરતા આગળ વધીએ, એટલે સો ફૂટ ઊંચા એક ખડક ઉપર મોટો થાંભલો દેખાય છે. તેના ગળામાં એક મોટું પીપ બાંધેલું છે. તેના ઉપર અંગ્રેજી ભાષામાં “પોસ્ટ ઓફિસ' શબ્દ લખેલો છે. જો કે એ ઇંગ્લેન્ડની મિલકત નથી; એ બધા દેશોની સહિયારી મિલક્ત છે. ત્યાંથી પસાર થતાં બધાં જહાજો એક હોડીને તે તરફ મોકલે છે. તે હોડીવાળા પોતાની ટપાલ એ પીપમાં નાંખી આવે છે. અને તેમાં પડેલી ટપાલ પોતે જતા હોય તે તરફની હોય તો લેતા આવે છે. આમ ત્યાં થઈને જતાં આવતાં બધાં જહાજો એ સેવા બજાવે છે અને એ સેવાનો લાભ લે છે.” “ભારે વિચિત્ર કહેવાય !” કલુબિન, જરા બેધ્યાનપણે બોલી બેઠો. “તો શું કેપ્ટન કલુબિન તમે કાલે ઊપડો છો?” “હા, કાલે જ ઊપડવાનો દિવસ છે, અને સવારના પહોરમાં જ દુરાંદે ઊપડવાનું.” તમારી જગાએ હું હોઉં, કેપ્ટન કલુબિન, તો હું કાલે ન જ ઊપડું! કારણ કે કૂતરાંની રૂવાંટી ભીની ભીની લાગે છે; છેલ્લી બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy