________________
૨૦૯
પ્રેમ-અલિદાન
બેસી પડી. તેની વર્તણૂક ઉપરથી અને ભય પણ લાગ્યો હોય તેમ જ ભાવભર્યો આનંદ પણ થયા હોય એમ લાગતું હતું. એ પુરુષના આગમનથી તે જાણે આખી ને આખી બદલાઈ ગઈ હાય એવું પણ લાગતું હતું. પેલા પુરુષ હવે બાલવા લાગ્યા: જિલિયાતે આ શબ્દો સાંભળ્યા
ct
“બાનુ, હું તમને દર રવિવારે અને દર ગુરુવારે જોઉં છું. મને કહેવામાં આવ્યું છે કે, પહેલાં તમે એટલું બધું ચર્ચમાં આવતાં નહોતાં. મેં તમારી સાથે કદી વાતચીત નથી કરી; ચૂપ રહેવાની જ મારી ફરજ કહેવાય; પરંતુ આજ હું તમારી સાથે બાલવાના છું; કારણ કે, હવે બાલવું એ મારી ફરજ કહેવાય. અને હું જ પહેલ કરું એ પણ યોગ્ય છે. ‘કાશ્મીર' જહાજ કાલે ઊપડે છે. તેથી હું અત્યારે અહીં આવ્યો છું. દર રાતે તમે અહીં બગીચામાં ફરો છે. મારામાં તમારા પ્રત્યે જે ભાવ થયા છે, તે ઊભા થયા ન હોય, તેા તમારી ટેવાનું આમ નિરીક્ષણ કરવું એ મારે માટે ઉચિત ન કહેવાય. બાનુ તમે ગરીબ છે: આજ સવારથી હું તવંગર બન્યો છું. તમે મારો પતિ તરીકે સ્વીકાર કરશે?” દેરુશેતે પેાતાના બંને હાથ આજીજી કરતી હોય એમ ભેગા કર્યા; અને આ બાલનાર તરફ ગુપચુપ, પગથી માથા સુધી ધ્રૂજતી ધ્રૂજતી તે જોઈ રહી.
પેલેા અવાજ આગળ બાલવા લાગ્યો
“હું તમને ચાહું છું. ઈશ્વરે પુરુષના હૃદયને ચૂપ રહેવા નથી સરજ્યું. ઈશ્વર માનવવંશ કાયમ રાખવા માગે છે, એટલે પુરુષ એકલેા રહે એમ એ ઇચ્છતા નથી. મારે માટે આ પૃથ્વી ઉપર એક જ સ્ત્રી છે અને તે તમે છે. ઇશ્વર ઉપર મારી શ્રાદ્ધા છે અને તમારી ઉપર પ્રેમ છે. તમે મારું જીવન છે અને સ્વર્ગ પણ.
"
પેલા અવાજે દેરુશેતે ધીમેથી ઉચ્ચારેલું કંઈક સાંભળવા થેાભીને ફરીથી બાલવા માંડયું —
-
“મેં આ મધુર સ્વપ્ન સેવ્યા કર્યું છે, પરમાત્મા એવાં સ્વપ્નની મનાઈ કરતા નથી. હું તમને પૂરા અંતરથી પ્રેમ કરું છું, બાનુ. હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org