SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ કલુબિન યા સુધી મેસ લેથિયરી જહાજ ચલાવી શકતો હતો, ત્યાં સુધી તે તે જ દુરાંદેને કપ્તાન રહ્યો. પરંતુ તેની તબિયત જેમ જેમ લથડવા લાગી, તેમ તેમ પોતાને બદલે કોઈને એ કામ સોંપવાનો સવાલ તેની સામે આવ્યો. તેણે એ કામ માટે સ્યુ કલુબિનની નિમણૂક કરી. એ ટૉર્ટવાલનો વતની હતો; બહુ ઓછાબોલો હતા; તથા આખા કિનારે એક અઠંગ પ્રમાણિક માણસ તરીકે તેની ખ્યાતિ હતી. ધીમે ધીમે તે મેસ લેથિયરીને બીજો આત્મા જ બની રહ્યો. સ્કુર કલુબિન દેખાવે તે ખલાસી કરતાં અદાલતી “નોટરી’ જેવો વધુ લાગતો; પરંતુ એ અસાધારણ કુશળતાવાળો વહાણવટી હતો. સતત બદલાતી રહેતી કટોકટી વેળાએ આવશ્યક એવી તમામ પ્રકારની સમજદારી તેનામાં હતી. ભંડારી તરીકે વહાણમાં માલ ભરવા, ખલાસી તરીકે વહાણના સઢ વગેરે સંભાળવા, સુકાની તરીકે સુકાન સંભાળવું, અને કપ્તાન તરીકે હિંમત દાખવવી – એ બધાં વાનાં તેનામાં હતાં. તેનામાં ડહાપણ પૂરી માત્રામાં હતું, છતાં પોતાના ડહાપણને સાહસની હદે પણ તે ખેંચી જઈ શકતો હતો: દરિયામાં એ બહુ આવશ્યક ગુણ ગણાય. જોખમને અગમચેતીથી જાણી લેવાની શક્તિ તેનામાં હતી, પણ એ વસ્તુ તેને ગાભરો બનાવી મૂકવાને બદલે, શો ઉપાય શક્ય છે, એ વિચારવા ઉત્તેજિત કરતી. તે એવો વહાણવટી હિત જે પૂરી સમજદારીથી જોખમને સામનો કરે છે, અને તેથી દરેક સંકટ સહીસલામત રીતે પાર કરવાની ખાતરી જેને વરેલી હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy