SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ —લીસ વર્ષ પહેલાં સેટ મૅલામાં એક શેરી હતી અત્યારે તે નથી રહી. ૧૭ જૅકેસાદ એ શેરી એટલે, સામસામાં એકબીજા તરફ ઢળતાં લાકડાનાં ઘરોની બે પંક્તિઓ, અને તેમની વચ્ચે થઈને વહેતી ગટર. લોકો એ ગટરના બે સામસામા કિનારાએ એક એક પગ મૂકીને ચાલ્યા જતા. એ શેરીનાં સામસામાં ઘરો, એકબીજાનાં કપાળ પાસે લાવીને જાણે કોઈ ગુનાની સંતલસ કરતાં હોય, એવાં દેખાતાં હતાં. એ મકાનોના દેખાવ એવા હતા કે, ગળા-કાપુ, માથા-વાઢ, માં-ફાડ એવા શબ્દો તરત યાદ આવે. એ શેરીનાં કંઈક જાણીતાં મકાનોમાંના એકનું નામ ‘જૅક્રેસાર્દ’ હતું. અમે તે મકાનને જાણીતું કહ્યુ તે એ અર્થમાં કે, ઘરબાર વિનાનાંને સસ્તામાં પડી રહેવાના અડ્ડા તરીકે એ ઘણાને જાણીતું ગણાય. દરેક શહેરમાં, પણ ખાસ કરીને તે બંદરોએ, વસ્તીની નીચે ઠરતા ગાટ જેવાં કેટલાંક માણસા હોય છે: પેાલીસે પણ પકડી ન શકે તેવા ભામટા, કાયમ ધંધા-રોજગાર વિનાનાં રહેતાં માણસા, દરેક પ્રકારનાં ચીંથરાં અને તેમને પહેરવાની દરેક રીત અજમાવનારાં કંગાલા, અપ્રમાણિકતામાં નિષ્ફળ નીવડેલા, દેવાળિયાઓ, જેમણે ડંખવાનું બંધ કર્યું છે એવા અંતરાત્મા, ઘર-ફાડ ચારી કરવામાં નિષ્ફળ નીવડેલા પામરો, અનિષ્ટ-દુરાચાર-ભ્રષ્ટતા જ આચરતાં રહેતાં સ્ત્રી-પુરુષો - જેમના દરેક પ્રકારનો સંકોચ દૂર થઈ ગયો છે અને જેમની માણસ ૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy