SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-બલિદાન તરીકેની બધા પ્રકારની કિંમત પણ રદ થઈ ગઈ છે, કંગાળ બની રહેલા અને હવે કોઈ બદમાશી અજમાવી શકે તેવા ન રહેલા હરામખો, સામાજિક જીવનમાં નિષ્ફળ નીવડેલા, પહેલાં અકરાંતિયું જમનારા અને હવે ભૂખે મરતા થઈ ગયેલાઓ – એવાં એવાં માણસ. એમની માનવ બુદ્ધિમત્તા જાનવરની કક્ષાએ ઊતરી ગયેલી હોય છે. આત્માઓને ઉકરડો જ જોઈ લો ! એક ખૂણામાં તે ભેગે થયે જાય છે. જેની ઉપર ઉપર થઈને કોઈ કોઈ વાર પોલીસની સાવરણી ફરી વળે છે. સેંટ મેલામાં જેસાઈ એવો ઉકરડો ભેગો થવા માટેનો ખૂણો હતે. આવા ઉકરડામાં બુદ્ધિ તેમ જ અજ્ઞાનની મોટી પેદાશો જેવા અઠંગ ગુનેગાર, ડાકુઓ કે ખૂનીઓ નથી હોતા. કોઈ ખૂની હેય તે પણ પીધેલી અવસ્થામાં પાશવી મારપીટ કરનારો જ! લૂંટફાટ કરનારો પણ નાની ચોરીની કક્ષાની બહાર નીકળેલ ન હોય. અહીં તમને રખડતો ભામટો મળે– ડાકુ નહિ. આ અડ્ડાઓમાં આવવાની દરેક જણને છૂટ હોય છે. નિષ્ફળ નીવડેલા પ્રમાણિક માણસને પણ એનો આશરો લેવો પડે છે. સદ્ગુણ અને સદાચારને પણ ચડતી-પડતી ક્યાં અનુભવવી પડતી નથી હોતી? જેકેસાઈને મકાન કરતાં આંગણું વધારે કહેવું જોઈએ અને આંગણા કરતાં પણ કૂવો! શેરી ઉપર તો એને નીચા બારણાવાળી દીવાલ જ હતી. ઉલાળ ઉપાડી બારણું ઉઘાડો, એટલે એક આંગણે આવે. એ આંગણાની વચ્ચે એક પહોળો ખાડો હતો – જેની આસપાસ જમીનની સમતળ રહે એવી પથ્થરની કિનાર હતી. એ એક જંગી કૂવો હતો. જંગી એ અર્થમાં કે, આંગણું નાનું હતું અને કૂવો મોટો હતો. તે આંગાણું ખંડું હતું, અને શેરી ઉપરની દીવાલ બાદ કરતાં બીજી ત્રણે બાજએ તેને સાંકડી ઓસરી હતી. અર્થાતુ વચ્ચેના કુવાનો ભાગ જ ખુલ્લો રહેતો હતો. એ ઓસરી નીચે કૂવાની કિનારની ગોળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy