SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમબાણ પહ જિલિયાતને એ શબ્દો સોંસરવા પેસી ગયા, જોકે, એ બુઢ્ઢીએ કહેલા શબ્દોના અર્થ તો તેને ન સમજાયો. પરંતુ પછી એક રાતે જયારે તે પેાતાના મકાન બુ-દ-લારૂની બારીએ ઊભા હતા અને પાંચ કે છ જુવાન છોકરીઓ જળક્રીડા કરવા પાસેના કિનારા ઉપર આવી, ત્યારે તેણે પોતાની બારી ઝટપટ બંધ કરી દીધી : નગ્ન સ્ત્રીની આકૃતિ જોવી જાણે તેને અસહ્ય થઈ પડી. ૩ આખા ઉનાળા પસાર થઈ ગયો. જિલિયાત ‘ ટ્રૅવિઝ ’ની ભીંતને એ ખૂણે બેસી રહેતા. તેના દિલમાં ગમગીની વ્યાપી રહી હતી. તેને કશી સમજ પડતી ન હતી. પેાતાનું માથું બે પંજા વચ્ચે દબાવીને તે ઘણી વાર પાતાની જાતને જ પ્રશ્ન પૂછતા : “ પણ, તેણે મારું નામ બરફમાં શા માટે લખ્યું? "" જિલિયાતે તેની માને એમ કહેતાં સાંભળી હતી કે,‘સ્ત્રી પણ કોઈ વાર પુરુષના પ્રેમમાં પડી જાય છે.' પણ તેને યાદ આવતું કે, દેરુશેત અતિ તવંગર છે, અને પોતે ગરીબ છે. પેલી શાપિત સ્ટીમ-બાટ દેરુશેતને તવંગર કર્યું જ જાય છે! જિલિયાતને હવે મહિનાના કયા દિવસ છે, એનું પણ ભાન રહેતું નહિ. શૂન્ય નજરે ઉપર થઈને પસાર થતાં વાદળ તરફ જોઈ રહેતા કે દરિયા ઉપર પસાર થતાં વહાણાના સઢની ટોચાને. એક રાતે દેરુશેત સૂવા માટે ઘરમાં ગઈ. પોતાના કમરાની બારી બંધ કરવા જેવી તે એ તરફ વળી, તેવા જ તેને એક અવાજ સંભળાયા. ગાઢ અંધકારમાંથી કોઈ વાજિત્રના અવાજ આવતા હતા. પણ આ શું? પિયાના ઉપર વારંવાર પોતાનું માનીતું ગીત તે વગાડતી, તેના જ એ સૂરો હતા. બૅંગ-પાઈપમાંથી કોઈ એ જ રાગ આલાપી રહ્યું હતું. તે ઘડીથી, દેરુશેતને એ જ સમયે, અવારનવાર, અને ખાસ કરીને ગાઢ અંધારી રાતાએ એ વાજિંત્રઉપર એ જ રાગ વગાડાતા સંભળાવા લાગ્યા. દેરુશેતને એ વાત બહુ ગમી નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy