SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ અવનવા આળ. ૧. ચાર વર્ષ પસાર થઈ ગયાં. દેરુશેત લગભગ એકવીસ વર્ષની થઈ, છતાં હજુ પરણ્યા વગરની જ હતી. 66 રાજ ને રોજરટાતા વિચાર કોઈ લેખકે કયાંક લખ્યું છે, ગિમલેટની પેઠે છેદ પાડે છે. દર વર્ષે જાણે તેના એક આમળા વધુ ઊંડા ઊતરતા જાય છે. પહેલે વર્ષે તે વિચારને ઉખાડી કાઢવા હોય, તે વાળને તેના મૂળમાંથી ઉખાડી કાઢવા જેવું મુશ્કેલ લાગે; પણ બીજે વર્ષે તે આપણી ચામડી ઉતરડવા જેવું જ દુ:ખ થાય. ત્રીજે વર્ષે હાડ તાડવા જેવું અને ચાથે વર્ષે તે આપણું મગજ જ ખેંચી કાઢવા જેવું લાગે. જિલિયાત પણ પેાતાના રટણમાં ચાથા વર્ષે પહોંચ્યા હતા. દેરુશેત સાથે સીધી વાતચીત કરવાના પ્રસંગ તેને આ દરમ્યાન પણ એકે વખત આવ્યા ન હતા એક દિવસ એવું બન્યું કે, દેરુશેત, મેસ લેથિયરી સાથે બ્રૅવિઝના બંદર તરફના રસ્તા ઉપર ઊઘડતા બારણા આગળ ઊભી ઊભી વાત કરી રહી હતી. જિલિયાત પાસે થઈને પસાર થયા, ત્યારે તેને લાગ્યું કે, દેરુશેત જાણે તેને જોઈને ધીમેથી હસી. અલબત્ત, એમાં અસંભવિત જેવું કાંઈ જ ન કહેવાય. દેરુÀતને હજુ અંધારી રાતોએ પેલી બૅગ-પાઈપના અવાજ સંભળાયા કરતા. Jain Education International ૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy