SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ અવનવા એળા પર << મેસ લેથિયરીએ પણ એક વખત બૅંગ-પાઈપના એ અવાજ સાંભળ્યા. તેણે તપાસ કરી, તે જિલિયાત ! લેથિયરી વિચારમાં પડી ગયા અને ગુસ્સા કરવા લાગ્યો : એ મૂરખ દેરુશેતની બારી નીચે બેંગ-પાઈપ શાના વગાડતા ફરે છે ? જરૂર, ભાઈસાહેબ દેરુશેતના પ્રેમમાં પડયા હશે. પણ એમ પાઈપ ફૂંકયા કરીને વખત બગાડવાની શી જરૂર ? દેરુશેતને પરણવા ઇચ્છનારે મારી સાથે સમજી લેવું પડશે : પ્રેમકાની બારીએ નીચે વાજાં વગાડયે કંઈ ન વળે ! ” આ અરસામાં જ, જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એ અગત્યની ઘટના બની : રેવ૦ જૅકેમિન હેરોદ વિન્ચેસ્ટરના બિશપના અવેજી, યર્નસીના ડીન, તથા સે'ટ પિયરે બંદરના કલેકટર નિમાયા. તેમને સ્થાને આવનાર માણસ આવી જાય, એટલે તરત સેંટ સૅપ્સન છેડી તે સે'ટ પિયરે બંદર ચાલ્યા જવાના હતા. નવા નમાયેલા રેકટર આવી પહોંચવાની તૈયારીમાં હતા. તે નૉર્મનવંશી હતે. અમે તેનું નામ મિ∞ જો એબેનેઝર કૉડૂ હતું. નવા રેકટર વિષે કેટલીક વાતો જાણવામાં આવી હતી — જેમના અર્થ વિરોધીઓ તથા શુભેચ્છકો જુદી જુદી રીતે કરતા હતા. તે જુવાન અને ગરીબ હતા. પરંતુ તેની જુવાની અતિ અભ્યાસથી અને તેની ગરીબાઈ વારસાની આશાથી સંમિશ્રિત હતી. સેટ અસના બુઢ્ઢા અને તવંગરડીનના તે વારસદાર ભત્રીજો હતા. એ ડીન મરતાં જ તે તવંગર બની જવાના હતા. તેનાં સગાંસંબંધી પણ સંભાવિત માણસે હતાં. અને તેને પેાતાને ‘ ઑનરેબલ ' પદે પહોંચવામાં વાર લાગે તેમ ન હતી. તે રેકટર ધર્મની બાબતમાં પ્રોટેસ્ટંટ વલણવાળા હતા. ખાસ કરીને લગ્ન અંગે ! આદમને પેાતાની ઈવ પસંદ કરવાના ધર્મ-હક્ક છે, એમ તે માનતા. ધર્મશાસ્ત્રમાં વાકય આવે છે કે, “ તારા પિતા અને તારી માતાનું સંમાન કર, ” તેને બદલે તે બીજા એક વાકયને વધુ પ્રમાણભૂત "" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy