SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-બલિદાન ગણતો અને જણાવતો: “સ્ત્રી એ પુરુષનું અંગ બનવા સરજાઈ છે; તેણે માતાપિતાને છોડી, પતિને વળગવું જોઈએ.” ઉપરાંત માતાપિતાની હકૂમતને અને તેમના પ્રત્યેની કર્તવ્યભાવનાને બાજુએ રાખી, કોઈ પણ રીતે લગ્ન-સંબંધ જોડવાની બાબતને ધાર્મિક સંમતિ આપવી, એ ખાસ કરીને ઇંગ્લેંડના અને વિશેષ કરીને અમેરિકાના પ્રોટેસ્ટંટ પંથની વિશિષ્ટતા છે. મેસ લેથિયરીની પરિસ્થિતિ આ પ્રમાણે હતી : દુરાંદે પાસેથી જે કમાણીની અપેક્ષા રખાઈ હતી તે પૂરી થઈ ચૂકી હતી. મેસ લેથિયરીએ તે અંગે ઊભું કરેલું દેવું ચૂકતે થઈ ચૂક્યું હતું; પોતાના મકાન બ્રેવિઝ” અંગેના બધાં ગિરોખત પણ તેણે ખરીદી લીધાં હતાં; સ્ટીમબોટની આવક દર વર્ષે હજાર પાઉંડે પહોંચી હતી અને હજુ વધતી જતી હતી. તે વસ્તુતાએ દુરાંદે જ એની તમામ મિલકત હતી; તેમ જ એ પ્રદેશની પણ. ઢોર લઈ જવાં – લાવવાં એ જ આ જહાજની આવકનું મુખ્ય સાધન બનતું જતું હેઈ, બીજા મુસાફરો અને તેમને સરસામાન લઈ જવાનું ઓછું કરી નાખવામાં આવ્યું હતું. અરે, જહાજમાં સંકટ વેળાએ કામ આવે તે માટે લટકાવી રાખવામાં આવતી બે હોડીએનું વજન પણ કાઢી નાખવામાં આવ્યું હતું. એટલે દુરાંદેમાં હવે “લગ-બોટ' કહેવાતી એક જ હેડી રહી – જે વસ્તુતાએ પણ મજબૂત હતી. રેએ કરેલી લૂંટ પછી દશ વર્ષ વીતી ગયાં હતાં. દુરાંદેથી સરજાયેલી આ સમૃદ્ધિની, પરંતુ, એક નબળી બાજુ હતી. તે પૂરેપૂરો વિશ્વાસ ઊભો કરી શકી ન હતી. કોઈ પણ વખતે એ જોખમમાં આવી પડે એમ મનાતું. લેથિયરીને અત્યાર સુધી એ અંગે કશું જોખમ વેઠવાનું નહોતું આવ્યું, એ કેવળ અપવાદરૂપ મનાતું. તેણે મૂર્ખામી જ કરી હતી, પણ એ મૂર્ખામી સદ્ભાગ્યને કારણે તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy