________________
પ્રેમ-બલિદાન તોફાની ધુમ્મસમાં જુદા જુદા થર કે પડ બંધાય છે. પાણીની વરાળ સાથે બીજી અનેક જાતની ઘનતા અને વજનવાળી વરાળો ભળેલી હોય છે. છેક નીચેનું પડ આયોડિનનું હોય છે, તેની ઉપર ગંધકનું, તેની ઉપર બ્રોમાઈનનું, અને તેની ઉપર ફોસ્ફરસનું. તે પડો વચ્ચે અરસપરસ ચાલતાં વૈદ્યતિક અને ચુંબકીય આકર્ષણોથી કોલંબસે વર્ણવેલા દાવાનળના દેખાવો, સેનકાએ નોંધેલા ઊડતા તારાના દેખાવો, લુટાર્ક જણાવેલ બે મહા-જવાળાઓ, સિઝરે જોયેલી પોતાના રોમન સૈન્યનાં શસ્ત્રોને લાગેલી આગ, કિલ્લાના શિખરને ચોકીદારનો ભાલો અડતાં નીકળતા દેખાતા તણખા – વગેરે આભાસો ઊભા થાય છે.
આ વિષુવવૃતને એક કાયમી ધુમ્મસનો પટો વીંટળાયેલો છે. તેને વાદળ-વીંટો કહેવામાં આવે છે.
એ વાદળ-વીંટાથી ઉષ્ણકટિબંધના દેશોને ઠંડક મળે છે – જેમ ઊકળતા પાણીવાળા ગલ્ફસ્ટ્રીમથી ધ્રુવપ્રદશોને ગરમી મળે છે. પણ એ વાદળ-વીંટા નીચેનું ધુમ્મસ બહુ કારમું ગણાય છે; અને તેથી તેફાન વખતે વહાણવટીઓ પોતાનાં વહાણોનું વજન ઓછું કરવા ઘડાઓને દરિયામાં ફેંકી દે છે – અને પવન પડી ગયો હોય તે મીઠા પાણીને બચાવ કરવા માટે !
જૂના વખતના લોકો બે પ્રકારના ધર્મગુરુઓ રાખતા : એક વર્ગનું કામ વીજળીનાં તફાન જોયા કરવાનું હતું અને બીજાનું ધુમ્મસ જોયા કરવાનું. જૂના વખતમાં વહાણવટીઓ એવા ધર્મગુરુઓને પૂછીને જ વહાણવટે નીકળતા. ત્યારથી માંડીને તોફાને શી રીતે ઉત્પન્ન થાય છે, એનો અભ્યાસ થતો આવ્યો છે. ધુમ્મસની ઉત્પતિનાં કારણે પણ તેફાને સાથે જ સંકળાયેલાં હોય છે.
હાસાગર ઉપર ધુમ્મસના ત્રણ પ્રદેશો ખાસ જાણીતા છે. બધે જ પણ ખાસ કરીને અહીં ચૅનલ તરફ ધુમ્મસ બહુ જોખમભરેલું બની રહે છે. અહીં ધુમ્મસ સમુદ્રને વિચિત્ર અંધકારથી ઢાંકી દે છે. ધુમ્મસ બહુ ગાઢું ન હોય તો પણ તે પાણીને રંગ બદલી નાખતું હોવાથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org