SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ અવનવા ળા ૬૩ પાણીની સપાટી જોવી અશકય બની જય છે. એટલે વચ્ચે ઊંચું તળ કે ખડક આવતા હાય તાપણ જરાય અગાઉથી ચેતવણી મળે નહીં; કે ખબર પડે નહીં. તેથી ધુમ્મસ દરમ્યાન, બની શકે તેા વહાણે સ્થિર થઈને ઊભા રહેવું, એ એક જ સહીસલામત માર્ગ રહે છે. પવનનાં તેફાને! જેટલા જ અકસ્માતા ધુમ્મસથી સરજાય છે. આવા ધુમ્મસના દિવસેા પછી ઊપડેલા તોફાન બાદ ઇંગ્લૅંડથી સહીસલામત આવી પહોંચેલી ડાક-બોટ ‘ કાશ્મીર ’ખબર લાવી કે, રાત દરમ્યાન એક ડૂબી ગયેલા જહાજના હોડીમાં બચી ગયેલા ખલાસીઓએ મદદ માટે તેને ધા નાખી હતી. એ જ ‘ કાશ્મીર’જહાજમાં સેંટ સૅપ્સનના નવા રેકટર પણ આવ્યા હતા. તે જ રાતે, પવન જરા ધીમા પડયો ત્યારે જિલિયાત માછલાં પકડવા કિનારાની પાસે પાસે જ પેાતાની ડચ-બાટમાં નીકળ્યા હતા. ભરતી સાથે તે બપારના બેએક વાગ્યે પાછા ફરતા હતા, ત્યારે તેણે ગિલ્ડ-હાલ્મ-ઉરના ખડકની પેલી કારમી બેઠક ઉપર કોઈ માણસને બેઠેલા જોયા. દરિયા હવે ઊંચા આવી ગયા હતા અને એ માણસ કિનારે પાછા ફરી શકે તેમ રહ્યું નહોતું. જિલિયાત સમજી ગયો કે, આજે એ બેઠક પેાતાને ભાગ લેવાની તૈયાઓમાં છે. તેણે કુશળતાથી ઝટપટ પેાતાના જહાજને થોડુ જોખમ ખેડીને પણ એ બેઠક નીચે લીધી; પછી પેાતાની બોટની કિનારી ઉપર ઊભા રહી તેણે પેલી બેઠક ઉપર બેઠેલા અને ઊંઘતા માણસને લટકતા પગ ખેંચ્યા અને તેને જગાડયો. જિલિયાત એવી રીતે ઊભા હતા કે, તે જો નીચે પાણીમાં ગબડી પડે, તા ફરી કદી જીવતા બહાર ન નીકળી શકે. ખડક સાથે પાણીની થપાટો એટલા જોરથી વાગતી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy