SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ કન્યાના પતિ દેસ્ગત શેત ઉમરલાયક થઇ હતી, અને છતાં હજુ કુંવારી હતી. મેસ લેથિયરીએ જ તેને સફેદ હાથવાળી બનાવવા જતાં તેને દુરારાધ્ય બનાવી મૂકી હતી. તે પાતે દેરુશેતના પતિની બાબતમાં અનેાખા જ ખ્યાલ ધરાવતો હતા. પાતાની બંને પુત્રીઓને તે એકી સાથે પરણાવી દેવા માગતો હતો અને તે પણ એક જ માણસ સાથે! દેરુશેતનો જીવન-સુકાની દુરાંદેને દરિયા-સુકાની પણ હોવા જોઈએ ! જહાજને તોફાનોમાં થઈ જે હંકારી જઈ શકે, તે પત્નીને પણ જીવનસંગ્રામમાંથી પાર કરાવી શકે, એવો તેને ખ્યાલ હતા. સ્યુ કલુબિનને તેણે દુરાંદેના કપ્તાન બનાવ્યા હતા, પણ તે તે તાત્પૂરતા જ; કારણકે, મેસ લેથિયરી કરતાં તે માત્ર પંદર વર્ષ જ નાના હતા—અર્થાત્ તેના જેવા જ ઘરડો. દુરાંદેના કપ્તાન તે વધુ કાયમી બની રહે તેવા જુવાનિયા હોવો જોઈએ. મેસ લેથિયરીને, આમ, દેરુશેત માટે સૂર્યના તડકામાં શેકાયેલા, બદામી રંગના, દરિયાઈ પહેલવાન જેવા ખડતલ પતિ જોઈતા હતા. પણ દેરુશેતના ખ્યાલ જુદા હતા ! તેને ગુલાબી રંગના સુકુમાર પિત જોઈતા હતા ! ગમે તેમ પણ, કાકા તથા ભત્રીજી એક બાબતમાં સંમત હતાં: લગ્ન અંગે કશી ઉતાવળ ન હેાવાની બાબતમાં, લાકોને જેમ જેમ ખાતરી થતી ગઈ કે, દેરુશેત જ મેસ લેથિયરીની તેમ જ દુરાંદેની વારસદાર બનવાની છે, તેમ તેમ તેના હાથ માટેની માગણીઓ વધતી ગઈ. અલબત્ત ve Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy