SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમલિદાન ૩ << દેરુશેત અને એબેનેઝરે એકબીજા સામે નજર કરી એકબીજાને અભિપ્રાય જાણવા પ્રયત્ન કર્યો. તેઓ એકબીજાને પડખે ગુપચુપ ઊભાં હતાં. “ તેનું નામ જિલિયાત છે,” દેરુશેતે એબેનેઝરના કાનમાં કહ્યું. ‘પણ તમે લોકો રાહ શાની જુએ છે? મારી પાછળ પાછળ ચાલ્યાં આવા, જલિયાત તડૂકયો. 66 "" "fai? એબેનેઝરે પૂછ્યું. * “ પેલા ચર્ચમાં ! ” જિલિયાતે દેવળના શિખર તરફ આંગળી ૨૦ "" કરીને કહ્યું. જ્યારે બધાં દેવળમાં દાખલ થયાં, ત્યારે સાડા-દસને ટકોરો પડયો. રેવરન્ટ જૅકેમિન હૅરાદ, પહેલેથી કોઈએ સૂચના આપી રાખી હોય તેમ, ઘડિયાં લગ્ન માટેની બધી તૈયારી કરીને જ તૈયાર બેઠા હતા. એટલે પેલાં ત્રણને દાખલ થતાં જોઈ જરાય નવાઈ પામ્યા નહિ. રજિસ્ટરનું રેકર્ડ નામેા ભરવા જેટલું જ બાકી રાખી તૈયાર કરેલું હતું. લાયસન્સની માંગણી સાત દિવસ અગાઉ કરવી જોઈએ, પણ એટલી અનિયમિતતા દરગુજર કરી લેવામાં આવી હતી – એબેનેઝરને પેાતાના વારસાહક માટે ઇંગ્લૅંડ જલદી ઊપડી જવાનું હતું એ કારણે. 64 માત્ર એક ઊણપ રહેતી હતી. રેવ૦ હેરોદે જણાવ્યું, “ મેસ લેથિયરીના પ્રતિનિધિએ તમારા લગ્ન માટેના લાયસન્સની અરજી કરેલી છે અને રજિસ્ટરમાં ડૉકલેરેશન ઉપર સહી કરેલી છે. તેમણે મને એમ જણાવ્યું કે, મેસ લેથિયરી પોતે ખૂબ કામમાં રોકાયેલા હોવાથી જાતે હાજર રહી શકે તેમ નથી, પણ લગ્ન તેા ઉતાવળે પતી જવું જ જોઈએ. પરંતુ એવી મેાઢામેાઢ વાત પૂરતી ન ગણાય. કાંતે। મારે જાતે જઈને મેસ લેથિયરીને પૂછી લેવું જોઈએ અથવા તેમની સહીવાળા કાગળ મને મળવા જોઈએ. "" જિલિયાતે તરત જ જવાબ આપ્યો, વાળા કાગળ "" Jain Education International 66 આ રહ્યો, તેમની સહી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy