SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-બલિદાન તેના કાગળમાં વધુ માહિતી “ટેમોલિપસ” જહાજમાં કામ કરતા ગ્યર્નસીના ખલાસી અહીર તેઑર્વા પાસેથી મળશે એમ જણાવ્યું હતું. રિવોલ્વરનો શો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે તેના કાગળથી સ્પષ્ટ થઈ ગયું. તેની પાસેથી એ પૈસા રિવોલ્વરની અણીથી કઢાવવામાં આવ્યા હતા, અને પહોંચ આપવામાં આવી ન હતી. કલુબિનની બદમાશી એકદમ સ્પષ્ટ થઈ ગઈ. તેણે જ દુરાંદેની હોનારત જાણીબૂજીને યોજી હતી – પ્લેઇનમૉન્ટમાં પોતાની ટૂંક બધી સાધનસામગ્રી સાથે તૈયાર રાખી હતી, તે એનો પુરાવો હતો. અને દુરાંદેની હોનારત અકસ્માતથી જ ઊભી થઈ હતી એમ માની લઈએ, અને કલુબિનને નિર્દોષ માનવા પ્રયત્ન કરીએ, તે પણ તેણે જ્યારે દુરાંદે ઉપરનાં કામમાં અને નકામાં કાગળિયાં પણ લૉગ-બોટમાં આપવાની તત્પરતા દાખવી, ત્યારે પેલી ૭૫૦૦૦ ફ્રાંકની નોટ કેમ ન આપી દીધી, અને પિતાની સાથે દુરાંદે ઉપર નાશ પામવા રાખી? અર્થાત્ તેણે એ નોટો ઉડાવી જવાનું જ વિચાર્યું હોવું જોઈએ. દુરાંદે ઉપર જ છેવટ સુધી રહેવાનો એને દેખાવ તો માત્ર ઢોંગ જ હતો. હાનોઈ ખડક ઉપરથી તરીને હોઇનમૉન્ટ પહોંચી જવાની જ તેની નેમ હોવી જોઈએ. અને ત્યાંથી પછી “ટેમોલિપસ” જેવાં દાણચોરોનાં જહાજો મારફત પરદેશ! અને છતાં પાછળ પોતાની બધા પ્રકારની સુકીર્તિ જ રહે! તે પછી કલુબિનનું શું થયું હશે? કદાચ તે પોતાની ભૂલને જ ભોગ બન્યો હશે: હાઈને બદલે દુ ખડક ઉપર દુરાંદેને તે લઈ ગયો હોઈ, એ ખડક ઉપર જ તે નાશ પામ્યો હશે. મેસ લેથિયરીનું મગજ હવે જોરથી કામ કરવા લાગી ગયું હતું. આ બધી હકીકતોના અંકોડા તેણે પ્રયત્નપૂર્વક એકઠા કરવા માંડયા - તથા જોડવા માંડ્યા. પણ રે તેના કાગળથી મેસ લેથિયરીની બીજી એક આશા પણ - કદી તેણે મનમાં રાખી હશે તે નાશ પામી ગઈ. એ આશા તે રે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy