SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ અદરના ઘટ સ તેમાં એક ટેલિસ્કોપ, એક ક્રૉનામિટર, પુરુષનાં કપડાં, અને કલુબિનના નામાક્ષરવાળા ટુવાલ-ચાદર વગેરે મળ્યાં હતાં. આ બધું સેટ મેલા અને ગ્યર્નસીના લોકોને મતે મેસ લેથિયરી સામેના કાવતરા જેવું વધુ લાગ્યું હતું : ધુમ્મસની ચેતવણી તરફ લક્ષ ન આપવું, ધુમ્મસમાં પણ દુરાંદેને સ્થિર કરવાને બદલે ખૂબ વેગથી હંકા રાખવી, માલ ગોઠવવાની બાબતમાં બેદરકારી, બ્રાન્ડીની બાટલી, પીધેલા સુકાની, સુકાનીના હાથમાંથી સુકાન છેવટે કલુબિને જ હાથમાં લેવું, – એ બધું ભેગું વિચારતાં કલુબિન સામે ગંભીર શંકા ઊભી થતી હતી. એટલે છેવટના દુરાંદે ન છેડવાની તેણે જે વીરતા બતાવી, એ કશીક તરકીબ જ હતી એમ મનાવા લાગ્યું. - હાનાઈ-ખડક ઉપર જ જાણી જોઈને કલુબિને દુરાંદેને એટલા માટે લીધી હોવી જોઈએ, જેથી પછી પોતે તરીને પ્લેઇનર્મોન્ટ સહેલાઈથી પહોંચી શકે. ત્યાં તેણે પોતાની ટૂંક તૈયાર જ રાખી હતી. પરંતુ આ બધી બીનાને પેલા કોસ્ટ-ગાર્ડના ગુમ થવા સાથે કંઈક સંબંધ લાગતો હાવા છતાં, શે। સંબંધ હોઈ શકે એ હજી સ્પષ્ટ થતું ન હતું.. ઉપરાંત, આ બધામાં, લુબિને ખરીદેલી રિવાલ્વરનું પણ કંઈ પ્રયોજન ગેાઠવાનું-સમજાતું ન હતું. દુરાંદેની હાનારત જાણી જોઈને કરવા ખાતર તો ન જ કરવામાં આવી હાય. ધુમ્મસમાં જાણી જોઈને પેસી, ખડકો સાથે અફાળી તેને તોડી નાખવી, એના હેતુ શે ? ધારો કે, ત્યાંથી તરીને પ્લૉઇનમૉન્ટ પહોંચે, પણ તેથી ખાસ શું સર્યું ? કલિબને જે ગેાઠવણીઓ કરી હતી, તે બધી દેખી શકાતી હતી, પણ તેને એ બધું કરવાના હેતુ સમજી શકાતો નહાતા. અર્થાત્ હકીકતા અને એ બધી પાછળના હેતુ વિષેની કલ્પના વચ્ચે મેળ બેસતા ન હતા : માટું અંતર રહેતું હતું. એ અંતર ર તેના આ કાગળથી દૂર થયું ! આ બધું કરવા પાછળ કક્યુબિનના હેતુ પેલા ૭૫ હજાર ફ઼ાંક ઉડાવી જવાના જ હેાઈ શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy