SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ર પ્રેસમ્બલિદાન જણાઈ આવ્યું હતું. દિનાં-ગેટ પાસેના દારૂના પીઠાવાળાએ કલુબિનને ઓળખ્યો હતા; જોકે કલુબિન એમ માનતા હતા કે તેને કોઈએ ઓળખ્યો નથી. પીઠાવાળાએ વાત કરી કે, કલુબિને બ્રાન્ડીની એક બાટલી ખરીદી હતી. કોને માટે સેટ વિષૅટના બંદૂક-ગરે વાત કરી કે, કલુબિને એક રિવેલ્વર ખરીદી હતી. કોને માટે? લૉબર્ન-જયાંના વીશીવાળાએ વાત કરી કે, કલુબિન દુરાંદે ઉપર ચડાવવાના માલ સ્વીકારવાને વખતે વીશીમાંથી ન સમજી શકાય તેમ ગેરહાજર રહ્યો હતો. કેપ્ટન જો -જબૂરોએ વાત કરી કે, તેણે કલુબિનને ચેતવ્યા હતા કે ભારે ધુમ્મસ ઊતરવાનું છે, માટે તેણે દુરાંદેને ન ઉપાડવી; છતાં તેણે દુરાંદેને ઉપાડી હતી. દુરાંદેના ખલાસીઓએ વાત કરી કે, દુરાંદે ઉપર પૂરા માલ ચઢાવવામાં જ નહોતા આવ્યા, અને જે કંઈ માલ ચડાવ્યા હતો. તે બરાબર ગોઠવવામાં આવ્યા નહોતા — અર્થાત્ કપ્તાનને પેાતાનું જહાજ ખડક ઉપર અફાળવું હાય, તે જ એમ કરે. ૫ર્નસીવાળા દુરાંદેના મુસાફરે વાત કરી કે, લુબિન છેવટ સુધી એમ જ માનતા હતા કે, દુરાંદે હાનોઈ-ખડકો ઉપર જ અફળાઈ છે. ટૉર્ટવાલના લોકોએ વાત કરી કે, દુરાંદેની હેાનારત પહેલાં કલુબિન ત્યાં આવ્યા હતા અને હાનોઈ-ખડકો પાસેના પ્લેઇનમૉન્ટ તરફ ગયા હતા. તેના હાથમાં એક ટ્રક હતી. તે ટૂંકને પેાતાની સાથે લઈ ગયા હતા, પણ પછા આવ્યો ત્યારે તે તેની પાસે ન હતી. પંખીઓના માળા વીંખનારા છેાકરાએ વાત કરી હતી; અને તેમની વાત કલુબિનના અલાપ થવા સાથે કંઈક ગાઠવાતી હતી ~~~ માત્ર ભૂતાને ઠેકાણે દાણચારો ગણીએ તો. અને છેક છેલ્લે, પ્લેઇનૉન્ટના ભૂતિયા ઘરે પણ વાત કરી. હતી : કેટલાક લોકો હિંમત કરી તેની ઉપર ચડાઈ લઈ ગયા હતા અને બારીએથી અંદર ચડી. ઊતર્યા હતા. અંદરથી તેમને ક્યુબિન લાવ્યા હતો તે ટૂંક મળી આવી હતી! પંચે તેને કબજો લઈને ઉઘાડી તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy