SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ અધરના ઘટ 64 તમારો બીજો વિશ્વાસુ એજેંટ, રે'તે " ' તા. ક. સ્યુ કલુબિન પાસે રિવેાલ્વર હતી, અને તે કારણે મને પૈસા મળ્યાની પહોંચ મળી નથી, એટલું કહી રાખ્યું.” મેસ લેથિયરી આ કાગળ વાંચી કોઈ ટૉપિડાને અડકયો હોય એમ ચોંકી ઊઠ્યો. ૨૦૧ એ કાગળથી તેની નજર સમક્ષ કેટલીય વાતા ઉપરનું કેટલું ધડાકાભેર ઊડી ગયું ! ર તેના હસ્તાક્ષર તથા સહી તે બરાબર ઓળખતા હતા. કલુબિનને ૭૫ હજાર ફ્રાંક આપવામાં આવ્યા છે, એ હકીકતે લેથિયરીના મગજને કામ કરતું કરી મૂકયું. છેવટના કેટલાક વખતથી ગ્યર્નસીના લોક-મત કલુબિન અંગે ફેરવિચાર કરતા થવા લાગ્યા હતા. કલુબિન અત્યાર સુધી પ્રમાણિકતાના ઉદાહરણ રૂપ મનાતા હતા; પરંતુ કેટલીક વાતાના છૂટાછવાયા તાંતણા એવા ભેગા થતા જતા હતા, જેથી લોકોના અભિપ્રાય તેની બાબતમાં સગડગ થવા લાગ્યો હતા. સેટ ગૅલેામાં એક અદાલતી-તપાસ બેઠી હતી અને નં. ૬૧૯ વાળા કોસ્ટ-ગાર્ડનું શું થયું તે શેધવા પ્રયત્ન થયા હતા. જોકે, અદાલતી નિર્ણય ખોટે રસ્તે ચડી જઈ એવું માનવા તરફ વળ્યા હતા કે, કૅપ્ટન યૂએલા ચિલિ જતા પહેલાં તેને પોતાના જ્હાજ ‘ટૅમેાલિપસ ’માં ઉપાડી ગયા છે. યૂએલાની કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ અંગે તે બે વચ્ચે તકરાર થઈ હોવી જોઈએ. Jain Education International પરંતુ એ તપાસ દરમ્યાન, ‘ટૅમેૉલિપસ’ જહાજ ઊપડયું અને દુરાંદેની હોનારત થઈ, એ બે બીના વચ્ચે કંઈક સંબંધ હોવાનું . *સ્ફોટક પદાર્થ ભરેલી તથા એક વાર છેાડચા પછી જાતે આગળ વધતી સિગાર જેવી રચના. ખાસ કરીને સ્ટીમરો ડુબાડવા પાણીમાં ડાતી, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy