SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ પ્રેમબલિદાન લેથિયરીને પહોંચે’ એવું સરનામું હતું. તેને લિસ્બનથી ટપાલમાં નાખ્યો હેય એવું તેની ઉપરના સિક્કાથી જણાતું હતું. આ કાગળ ટેબલ ઉપર એક અઠવાડિયું ફોડ્યા વિના જ પડી રહ્યો. પણ એક સવારે અચાનક દુશેએ મેસ લેથિયરીને પૂછ્યું: “સાહેબ, હું આ કાગળ ઉપરની ધૂળ ખંખેરી નાખું?” લાવ, જોઉં,” એમ કહી મેસ લેથિયરીએ કાગળ હાથમાં લીધે અને ફોડ્યો. તે કાગળ નીચે પ્રમાણે હતે – દરિયા ઉપરથી, ૧૦ મી માર્ચ, “મેસ લેથિયરી, સેંટ ઍસન મુકામે, તમને મારા સમાચાર જાણી આનંદ થશે. “હું “ટેમોલિપસ” જહાજ ઉપર છું. આ જહાજના ખલાસીઓમાં અહીર તોસ્તુવી નામને એક ખલાસી છે, જે પાછો આવશે ત્યારે તમને ઘણી ઘણી ખબરો કહેશે. પણ અમને રસ્તામાં લિસ્બન જતું જહાજ મળી ગયું, એટલે હું આ કાગળ તમને લખી નાખું છું. શું બન્યું છે તેના સમાચાર તમને મળી જ ગયા હશે. તેમ છતાં તમને એ સમાચાર આપવા નિરર્થક નહિ ગણાય એમ માનીને લખી જણાવું છું કે, મેં તમારા પૈસા પરત કર્યા છે. તમારા પચાસ હજાર ફૂાંક મેં કંઈક ગેરકાયદે ગણાય એવી રીતે ઊછીના લીધા હતા. સેંટ ઍ છોડતા પહેલાં મેં એક હજાર પાઉંડની એક એવી ત્રણ બેંકનોટો જેના કુલ ૭૫ હજાર ફ્રાંક થાય, તે તમારા વિશ્વાસુ એજંટ સ્યુ કલુબિનને આપી દીધી છે. તમને એ રકમ પૂરતી લાગશે, એમ હું માનું છું. સ્યુ કલુબિને જરા વધારે પડતી ચીવટ દાખવીને તમારા વતી તમારા પૈસા મારી પાસેથી લીધા છે. એ પૈસા મારી પાસેથી લેવામાં તેમણે દાખવેલી કડકાઈથી, તમને કાગળ લખીને એ સમાચાર આપવાનું મને મન થયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy