SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ દરને ઘર છેક છેલી જ સૂવા જતી. જોકે, તેથી કરીને દુશે અને ગ્રેસ એ બે જણીઓ તેના ઉપર જાસૂસી નહતી કરતી એમ નહોતું;- નોકરોને જાસૂસી કરવાની મળે, ત્યારે જ તેમને પોતાની નોકરીમાં રસ પેદા થતો લાગે છે. મેસ લેથિયરી શૂનમૂન રહેતે હેઈ, તેને દેશમાં થયેલા આ ફેરફારો લક્ષમાં નહોતા આવ્યો. અલબત્ત, તેની હતાશા હવે વખત જતાં ઓછી થવા લાગી હતી. હતાશા ઘટતી ઘટતી નિરાશાનું રૂપ ધારણ કરે છે; નિરાશા ઘટતી ઘટતી દિલગીરીનું; અને દિલગીરી ઘટતી ઘટતી ખિન્નતાનું. પરંતુ ખિન્નતામાં છેક અંધારું નથી હોતું. તેને આગવો કંઈક ઝાંખો પ્રકાશ હોય છે. છેલ્લા અઠવાડિયાથી તેનામાં આ ફેરફાર થતો જતો હતો. આસપાસની પરિસ્થિતિ તે થોડી થોડી નિહાળતો જતો હતો અને જે જગતથી તે તદ્દન અલગ પડી ગયો હતો, તેમાં તે પાછો ધીમે ધીમે પ્રવેશ કરવા લાગ્યો હતો. ધીમે ધીમે દિવસ દરમ્યાન તે દુરાંદેના કાર્યાલયવાળા ઓરડામાં પણ બેસવા લાગ્યો, અને આસપાસ ચાલતી પ્રવૃત્તિ બોલ્યા ચાલ્યા વિના સાંભળ્યા કરતો કે નિહાળ્યા કરતો. એક વખત તો તેણે છાપાનું રેપર પણ ફાડ્યું. દુ:ખના આઘાતથી જડ સ્થિતિમાં હોઈએ ત્યાં સુધી દુ:ખનો. અનુભવ ઓછો થાય છે; પરંતુ પછી પાછા ભાનમાં આવતા જઈએ, તેમ તેમ દુખનું ભાન પણ તીવ્ર બનતું જાય છે. બધું યાદ આવવું, એટલે બધાનો શોક પાછો ચડી વાગવો! ( મેસ લેથિયરીને ભાનમાં પાછો લાવનાર એક બીજી કડાકલ પણ બની હતી. પંદરમી કે વીસમી એપ્રિલને દિવસે ટપાલીએ તેના ઘરનું બારણું ઠોકવું. દુશેએ આવીને બારણું ઉઘાડયું એટલે ટપાલીએ એક કાગળ આપ્યો. તે દરિયા ઉપરથી આવેલો હતો અને ઉપર “મેસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy