SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ જળ-તળની જાદુઈ સૃષ્ટિ ૧૧૩. ઉપરાંત એ ધરાની આસપાસની દીવાલા એવી લીસી હોય છે કે, કશું પકડીને ઉપર ન ચડી શકાય. જિલિયાતે પોતાની પીઠ પાછળની ખડકની દીવાલને અઢેલીને ઊભા રહી, આસપાસ નજર કરી. તે એક વિશાળ ગુફાને કિનારે આવીને ઊભો હતો. જાણે કોઈ મહારાક્ષસની ખોપરીમાં ! તેની છત ખડકની હતી અને ભેાંયતળ પાણીનું હતું. આખું પેાલાણ ચારે બાજુથી બંધ હતું. કયાંય હવા-પ્રકાશ દાખલ થાય એવું એકે બાકું દેખાતું ન હતું. છતાં પાણીમાં થઈને આવતા ઘેરા પ્રકાશથી એ આખા ભાગ પ્રકાશિત થયેલો હતો. એ પ્રકાશ પાણીમાં મેાટા પંખાની પેઠે પથરાયેલા હતા અને ઉપરના ખડકો ઉપર પ્રતિબિંબિત થતો હતો. એ પ્રકાશ શાનેા હતો કે કયાંથી આવતો હતો તે દેખાતું ન હતું. પરંતુ તે પ્રકાશને લીધે પાણીના આખો ભાગ કોઈ મહારત્નની જેમ ઝબકતો હતો. બહારના દરિયાના પછડાટનો અવાજ પણ અહીં આ ગુફામાં વિચિત્ર રીતે ઘેરો બની સંભળાતો હતો. ગુફાનું પાણી સ્વચ્છ - પારદર્શક હતું. તેની અંદર જિલિયાત જુદાજુદા ખાંચા અને વિશાળ બાકોરાં સ્પષ્ટ દેખી શકતા હતો. આ ગુફાની કોતરણી કોઈ જાદુગરે કલ્પનાથી જ કરી હોય એવી અદ્ભુત હતી. એ બધું સાચું છે નક્કર છે – એમ જ પહેલી નજરે તે આપણી બુદ્ધિ માની શકે નહિ, પણ આ ગુફામાં પાણીમાંથી આવતા પ્રકાશ શાના હતા ? દરિયાની અંદરની કોઈ બારીમાંથી એ પ્રકાશ અંદર આવતા હતા ? ઉપરાંત એ પાણીની અંદર દેખાતા બીજા ઘુમ્મટો અને દરવાજાઓમાં જઈને જોઈએ, તો પાછી કેવી બીજી જાદુઈ સૃષ્ટિ જેવા મળે ? જિલિયાતનું ચિત્ત નજીકમાં આવી રહેલા બનાવાના પડઘા ઝીલી શકતું. તેને હવે ચિત્તમાં અકારણ કંઈક મૂંઝવણ થવા લાગી. તે તરત સાબદા થઈ ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy