SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર પ્રેમ-બલિદાન જિલિયાતને એ સ્થળેથી જે કાંઈ મદદ મળી શકે તે લેવાની હતી તથા તેનો ઉપયોગ કરવાનો હતો, એટલે તે આમ એટ વખતે ખુલ્લી થતી કેટલીય નાળોની શોધખોળ કરતો રહેતો હતો. જિલિયાતને ખાવા જોઈતાં લિપેટ-શંખલાં તે નાળની અંદરની ભીંતોમાં પુષ્કળ મળતાં. આમાંની ઘણી ગુફાઓ અચાનક એક અર્ધ-ઘુમ્મટ જેવા ભાગ આગળ પૂરી થતી. બીજી નસ-નાળો વાંકીચૂકી થતી કેટલેય દૂર જતી હશે તે કોણ જાણી શકે ? એક દિવસ જિલિયાત પોતાની શોધખોળ દરમ્યાન આવી એક નાળમાં પેઠો હતો. દિવસ શાંત અને સ્વચ્છ હતો. આગળ જતાં ધીમે ધીમે નાળ સાંકડી થઈ ગઈ. જિલિયાત તરત આડો પડી, અમળાઈ, આગળ ને આગળ સરકવા માંડયો. જિલિયાત, અત્યારે, કલુબિને જે ખડક ઉપર દુરાંદેને અફાળી હતી, તે ખડકના પેટાળમાં અજાણતાં આવી ગયો હતો. એ ખડક અંદરથી પોલો હતો. તેની અંદર કેટલીય ગૅલરીઓ અને નાળો આવેલી હતી. એ નાળોમાંથી કેટલીય બહારની તરફ પાણીની સપાટી નીચે ખૂલતી હતી. કલુબિને જ્યારે પાણીમાં ઝંપલાવ્યું હતું, ત્યારે તે આવી કોઈ નાળના પ્રવેશદ્વાર આગળ જ પડ્યો હતો. જિલિયાત ધીમે ધીમે અમળાતો, વળતો, આગળ વધ્યો. થોડે આગળ ગયા બાદ નાળ પાછી પહોળી થતી ગઈ. જિલિયાત હવે આરામથી આગળ વધતો હતી, તેવામાં અચાનક આગળની બાજુ ઝાંખો પ્રકાશ દેખાયો અને તે જરાક ચોંકીને થોભ્યો. જિલિયાત વખતસર જ થોભ્યો હતો, કારણ કે તેણે એક પગલું જ આગળ ભર્યું હોત, તે તે સીધો એક ધરામાં જ લપસી પડ્યો હોત. આવા ધરાનું પાણી એટલું બધું ઠંડું હોય છે કે, મજબૂતમાં મજબૂત તરવૈયો પણ તેની ઠારી નાખનારી અસરમાં લાકડું બની જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy