SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-બલિદાન અને કિનારાની એક જગાએથી એક જણે તા એ હોડીને પાસેના પૉઇટથી ગેાળ ફરીને સમુદ્ર તરફ વળતી જોઈ. હવે આગલે દિવસે તે ભારે તોફાન ચડયું હોઈ, આજે પણ સમુદ્ર અશાંત જ હતા. તેવે વખતે સમુદ્રમાં આગળ જવું ! બાપરે! એ માણસના મગજમાં ખીલા ભર્યા છે કે શું? આ બાજુના દરિયાની ઈંચે ઈંચ જગાની માહિતી હોય, તે જ પાણીની અંદર ડૂબેલા ખડકો વચ્ચેની ગલીઓમાં થઈને આગળ હોડી હંકારી શકે. ૧૨૩ પછી ચંદ્ર ઊગ્યો ત્યારે એક નાનકડા ટાપુના એકલવાસી ચોકિયાતે ચંદ્રની અને પેાતાની વચ્ચે થઈને એક કાળા ળા પસાર થતા જોયો. તે એવા તે ચોંકી ઊઠયો કે ન પૂછો વાત. તેણે માની જ લીધું કે એ પેલી કાળી ડાકણ હોવી જાઈએ – જે આસપાસના દરિયા ઉપર અમુક નિયત દિવસેાએ શિકાર શેાધતી ઘૂમ્યા કરે છે. એ કાળેા એણે કોઈ હોડીના સઢના પણ હોઈ શકે. પણ એ ભાગમાં વિચિત્ર ખડકો વચ્ચે થઈને આ સમયે હોડી સાથે પસાર થવાની હિંમત કરનારો કોઈ માના જણ્યા હાઈ શકે જ નહિ, એવી પેલા ચોકિયાતને ખાતરી હતી. પ્લેઇનમૉન્ટ પાછળના ગર્નસીના દક્ષિણ કિનારે પાણીમાંથી ભીંતની પેઠે સીધા ઊભા થતા ખડકા વચ્ચે દાણચારોના એક અડ્ડો છે. ત્યાં આગળ હાડીઓને થાભવા તથા લાંગરવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાતના અગિયારેક વાગ્યે ત્યાં બંડલા ઉપર બેઠેલા કેટલાક દાણચારોએ પ્લેઇનમૉન્ટ ભૂશિર આગળ થઈને જતી એક હોડી ચંદ્રના અજવાળામાં જોઈ. દાણચારોને પહેલાં તે લાગ્યું કે, તેમની પાછળ પડેલા ચોકિયાતા સિવાય અત્યારે બીજું કોઈ હોડી લઈને આ તરફ આવવા નીકળે નિહ. પરંતુ એ હાડી તે હાનાઈ ખડકો ઓળંગી, ખુલ્લા દરિયા તરફ જ વળી ગઈ. દાણચારો પણ એ હોડીવાળાની હિંમત જોઈ, મોંમાં આંગળી નાખી ગયા અને બાલી ઊઠયા, આ કર્યું ભૂત હાડી લઈને અત્યારે એ તરફ જતું હશે? ત્યાં અત્યારે એને માટે કોણે શું દાટી રાખ્યું હશે, વારુ ? ” 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy