SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેસ-બલિદાન પણ ભારે વજન ઊંચકવા માટે માંચડા અને ચેઈન-પુલી હાવી બસ નથી. કેટલાંય દોરડાં પણ જોઈએ. જિલિયાતે દુરાંદેમાંથી મળેલા કે બહાર ધોવાઈ ગયેલા અને ખડકો ઉપરથી વેરણ-છેરણ સ્થિતિમાં વીણી આણેલા દારડાંના ટુકડાઓને સમારવા માંડયા. તથા નાના નાના સઢના કાપડના ટુકડાઓમાંથી રેસા છૂટા પાડી, તેમને આમળી તેણે મજબૂત રસીઓ તૈયાર કરવા માંડી. . કૅપ્ટનને ઊભા રહેવાના પુલના લેાખંડના સળિયાઓને કાપીકાપીને તેણે લાંબા જાડા ખીલા બનાવ્યા. આકાર જ ખીલાના એટલે તેમને ખીલા કહેવાય. બાકી તા તે જંગી કાશ જેવા જ હતા અને ખડકની તરાડોમાં જોરથી ઠોકી બેસાડવા માટે જ તેમને બનાવ્યા હતા. ૧૫૩ ત્યાર પછી સાથે સાથે તેણે દુરાંદેનાં બે બાજુનાં પૅડલ-ચક્રો છૂટાં પાડયાં, અને તેમના ઉપરનાં ખાખાંનાં પાટિયાંની જ બે પેટીએ બનાવી તેમાં દરેકના જુદા જુદા ભાગેા ચાકથી આંકડા પાડી, ક્રમસર ગોઠવી દીધા. એ બે પેટીઓ પછી તેણે એંજિન સાથેના સ્થિર ભાગ આગળ જ ગાઠવી લીધી. એ જનથી ચાલતાં પૅડલ-ચક્રો તે છૂટાં પાડયાં; પણ ઍજિનને ફોઈ ભાગ તો છૂટો પાડી શકાય તેમ નહોતા. એક તાજિલિયાતને ઍજિનની ગોઠવણી કે પ્રક્રિયાની સમજ ન હતી; અને આંધળે બહેરું ફૂટવા જેવું કરવા જાય, તે એ અદ્ભુત કહેવાતા એન્જિનને કંઈક કાયમી કે ફરી નસમારી શકાય તેવું નુકસાન થઈ બેસે. એટલે એંજિનના ભાગ તા તેણે અકબંદ જ રહેવા દીધું. દુરાંદેના એન્જિન જેવી ભારે ચીજ બે દુવ્ર વચ્ચે ફસાઈ હતી; તેને ત્યાંથી વછાડીને નીચે મછવામાં ઉતારી, સહીસલામત બંદરે લઈ જવાની હતી;– અને તે બધું એકલે હાથે કરવાનું હતું. માણસના અજ્ઞાનને જ્યારે પડકાર મળે છે, ત્યારે તે એકદમ વકરે છે: તેની અંદરથી કયાંક આંતર સ્ફુરણા જાગે છે. એ સ્ફુરણા સત્યથી તરબાળ હોય છે. તેથી કરીને ઉપરની સપાટીએ જ રહેતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy