SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-બલિદાન અત્યારે પશ્ચિમન પવન શરૂ થયેલો જોઈ, જિલિયાત મૂંઝાયા. પાણીના જોરથી આવનારા એ ધક્કાને નાળના મોં આગળ જ ખાળવો જોઈએ, નહીં તે તેની બેટ અને સાથેના અંજિનના અથડાઈ સફળાઈને ઘડી વારમાં ભૂકા બોલી જાય. પણ એ ધક્કોય એવી રીતે જાળવો જોઈએ કે, ઉપરથી અર્ધી રોકાય અને અર્ધી નીચેથી પસાર થઈ જાય. અર્થાત્ પાણી ધસમસાટ આવતું હોય, તેના ઉપરના પછડાટને ખાળી, નીચેના ભાગને શાંતિથી પસાર થઈ જવા દેવો જોઈએ. જિલિયાત તરત કામે લાગ્યો. દુરાંદેના ખાન જે રાપ લટકી રહ્યો હતો અને એક ખડકના ખાંચામાં અટકયો હતો, તેને મેટા-દુ અને નાના દુઘેની વચમાં અધ્ધર આડો આવી જાય તેમ તેણે ગોઠવી દીધો. બને દુ-ખડકોમાં ખોડેલા પેલા મોટા કોશ-ખીલાઓનો એ ત્રાપાને અંદરથી ટેકો મળતો હતો. અલબત્ત, એક બાજુથી લબડી રહેલો એ ત્રાપો તેણે એકલે હાથે કેવી રીતે બને ખડકોની વચ્ચે ઊભો કરી દીધો, એ વિગતમાં આ તબક્કે ઊતરવું અશકય છે. માત્ર જ એટલું જ કહી દઈએ એટલે બસ કે, એ બાબતમાં તેણે જાણે ચમત્કારી આંતર ઇજનેરી શક્તિ દાખવી હતી. આ ગોઠવણીથી એટલું સંભવિત બન્યું કે, જોરથી આવતા મજાની ઉપર પછડાટ એ ત્રાપથી ખળાઈ રહે, અને બાકીનું મોજું નીચે થઈને પસાર થઈ જાય. આટલું કરી લીધા પછી તેણે પોતાની ડચ-બોટનાં લંગર એટલાં ઢીલા કર્યા કે જેથી ઊંચે ઊઠતાં મેજાની સાથે તે પણ ઊંચી થઈ શકે. અને થોડી વારમાં પેલું મોજું ધસમસનું આવી જ પહોંચ્યું. જિલિયાતે જેમ કયું હતું તેમ જ થયું: મોજું પેલા ત્રાપા સાથે રાક્ષસી જુસ્સાથી અફળાયું, પણ તેને મુખ્ય ભાગ તેની નીચે થઈને પસાર થઈ ગયો. મોજાના લોઢનો ઉપદ્રવ શમ્યા પછી જેના ઉપર જિલિયાતની બધી આશાઓ તોળાઈ રહી હતી તે ઘડી આવી પહોંચી: જિનને હવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy