SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યારે જે સમયની વાત કરી રહ્યા છીએ, તેથી ચાલીસ વર્ષ પહેલાં પૅરીસનાં પરાંમાં, શહેરની દીવાલ પાસે એક શંકા પડતી અપ ખ્યાતિવાળું મકાન હતું, જેમાં જરૂર પડશે ખૂની – કાતીલો આવીને આશરો લેતા. એ ઘરમાં શહેરનો એક ગુંડો પોતાની પત્ની અને બાળક સાથે રહેતો. પહેલાં તે ઉઘરાતદારનો કારકુન હતો, હવે તે એક ચોર જ બની રહ્યો હતો. તેનું કુટુંબ-નામ રે તે હતું. બાળક નરી ગુનાખોરી વચ્ચે જ ઊછરતું હતું. મા અને બાપ નીચલા મધ્યમ વર્ગનાં હોઈ, એ બાળક વાંચતાં શીખ્યું હતું. ચીંથરેહાલ મા તેને યાંત્રિક રીતે જોડણી ગોખાવતી તથા વચમાં તેના પતિને કંઈક બદમાશીમાં મદદ કરવા, અથવા વેશ્યાવૃત્તિ કરીને જાત-કમાઈ કરવા ખાતર દોડી જતી. મા અને બાપ થોડા વખત બાદ કોઈ ગુનામાં પકડાઈ જતાં સજા પામી અલોપ થઈ ગયાં. થોડા વખત પછી બાળક પણ એ ઘરમાંથી અલોપ થઈ ગયું. લેથિયરી એક વખત ફરતો ફરતો પોતાના જેવા એક સાહસિકને ભેટી ગયો. પેલો કંઈક સંકડામણમાં આવી ગયો હતો તેમાંથી તેણે તેને બચાવી લીધો. લેથિયરીને એ માણસ ગમી ગયો, એટલે એ તેને ગ્યર્નસી લેતો આવ્યો. પેલાને કિનારા ઉપર ચાલતા વેપારની સારી માહિતી હતી, એટલે લેથિયરીએ તેને ભાગીદાર બનાવ્યો. એ માણસ તે પેલું રે તે કુટુંબનું બાળક, જે હવે મોટું થઈ ભાયડો બન્યું હતું. ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy