SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ દુરાંદે 1જ પડશે આથમણી વેળાએ જ્યારે રાત્રી સમુદ્રમાં ભળવા લાગે, ત્યારે સેંટ સેંસન બંદરમાં એક વિચિત્ર જંગી આકાર ફૂફાડા ભારત અને ધુમાડા કાઢતે દાખલ થતે. જંગલી જાનવરની પેઠે તે ગર્જના કરતે અને જવાળામુખીની જેમ તે ધુમાડા ઓકતે. એ આકાર તે દેરાંદે: મેસ લેથિયરીનું બીજું પ્રેમપાત્ર! ૧૮૨ – ના અરસામાં આ તરફ સ્ટીમ-બોટ એ ભારે નવાઈની વસ્તુ હતી. અત્યારે તે ટાપુઓને કિનારેથી ક્ષિતિજ ઉપર થઈને પસાર થતી દેખાતી રોજની દશ કે બાર મોટી સ્ટીમરની પણ લોકોને નવાઈ નથી. પરંતુ ઓગણીસમી સદીના પ્રથમ ચતુથશમાં આ બધી વરાળમંત્રી શોધો તરફ આ ટાપુના લોકો બહુ આશંકાની નજરે જોતા. આ ટાપુના લોકો ગમે તે પંથ-સંપ્રદાયના હોય છતાં ધર્મ-ઝનૂની તો હોય જ. તેઓ આ સ્ટીમ-બોટને સેતાની ચરખે કહેતા. ટાપુના એક પાદરીએ તે ધર્મોપદેશ વેળાએ પ્રશ્ન જ પૂછયો, “ઈશ્વરે અગ્નિ અને પાણીને જુદાં રાખ્યાં છે, તેમને ભેગાં કરી તેમની પાસે કામ લેવાનો માણસને હક છે ખરો? એ કુદરતના ક્રમને ઊંધા વાળ, તે અંધેર અને અવ્યવસ્થા તરફ જવાના પ્રયત્નરૂપ નથી શું?” નેપોલિયને જ્યારે સદીની શરૂઆતમાં વૈજ્ઞાનિકોની અકાદમીને સ્ટીમ બોટની શકયતા વિષે પૂછયું, ત્યારે તેઓએ તેને “મૂર્ણ કલ્પના, મોટી ભૂલ, અને અર્થહીન વસ્તુ” જણાવી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy