SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ પ્યાલા હાઠે પહોંચે તે પહેલાં – ૧ અને એક દિવસે, એપ્રિલના છેલ્લા દિવસે, અથવા કદાચ મે મહિનાની પહેલી તારીખે, – બધી જ તૈયારીઓ પૂરી થઈ ગઈ. એંજિનની આખી પ્લેટ સાથેનું દુરાંદેનું તળિયું કાપીને દુરાંદેના બાકીના ખાખાથી જુદું પાડી દેવામાં આવ્યું હતું. તે પહેલાં કાણાં પાડીને એની નીચેથી દોરડાના આઠ બંધ તાણી લેવામાં આવ્યા હતા. ઉપરના પાટડાઓમાં જડેલી ખુલીમાંથી આવતાં એ દોરડાં વડે ઍજિનના પ્લેટ સાથેને આખા ભાગ હવે અધ્ધર તાળાઈ રહ્યો હતો. પછી એ બધાં દારડાંને એક જ સાંકળથી સરકર્તા અટકાવવામાં આવ્યાં હતાં. એ સાંકળ જ્યારે કાનસના એક જ ઘસરકે કાપી નાખે, ત્યારે આખું એંજિન . આસપાસના દુરાંદેના પાંજરા વચ્ચેથી સીધું નીચે ઊતરી જાય એવી યાજના હતી. જિલિયાતે વધારામાં પૅડલ-ચક્રોની ધરી છૂટી પાડી દીધી હતી; કારણ કે એના છેડા કદાચ એંજિનને પોતાની બાટમાં ગેઠવાવામાં આડે આવે. એ ધરી તેણે એંજિનના કમરામાં જ ઊભી કરી દીધી હતી. હવે એંજિનને નીચે ઉતારવાના સમય પાકી ગયા હતા. ભઠ્ઠી અને એરણ ધીમે ધીમે નકામાં બની રહ્યાં હતાં. એરણની શિલા તૂટી ગઈ હતી; અને ખડકની ધમણ હવે બરાબર કામ આપતી નહોતી. જિલિયાત હવે લહેામે ખડક પાસે ગયા, અને પેાતાની ચ-બેટ તથા તેનાં લંગર વગેરે બધું તપાસી કરીને દુવ્રેના દંતૂશળાની વચ્ચે લઈ આવ્યો. ત્યાં ઊંડાણ તે બરાબર હતું, પણ પહોળાઈ બહુ ન ૧૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy