SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ પ્રેમ-બલિદાન બંધ કરી દીધેલી હતી એટલે તેઓ આગળની બાજુએ આવ્યા. પણ આ શું! બન્ને બારીમાંથી પ્રકાશ આવતો હતો ' છોકરાઓ મૂઠીઓ વાળીને નાઠા. થોડે દૂર ભાગ્યા પછી ફેંચ છોકરાએ પાછા વળીને જોયું તે બારીમાંથી દેખાતું અજવાળું બંધ થયેલું. તેણે બીજા બેનું ધ્યાન એ તરફ ખેંચ્યું. - ત્રણે જણ પાછા એ ભૂતિયા ઘર તરફ ધીમે ધીમે આગળ વધવા લાગ્યા. અચાનક બંને બારીમાંથી અજવાળું એકી સાથે દેખાવા લાગ્યું. અહીં જ કહી દઈએ કે, ઉપરના માળમાં વચ્ચે પાર્ટિશન કે ભીંત વિના, માત્ર ચાર ભીતિ અને ઉપર છાપરું જ હોઈ, એક જગાએ દીવો થાય તે પણ બન્ને બારીએથી અજવાળું એકસાથે જ બહાર દેખાય. અજવાળું દેખાતાં પેલા ટોર્ગેવાલ છોકરાઓ તો ભાગવા જ માંડયા; પણ પેલો ફ્રેંચ છોકરો ન આગળ વધ્યો કે ન પાછો ભાગ્યો;ત્યાં ને ત્યાં સ્થિર ઊભો રહ્યો. બારીઓમાંને પ્રકાશ પાછો દેખાતો બંધ થયો, અને ફરી પાછો દેખાવા લાગ્યો. પેલા ફ્રેંચ છોકરાને ઊભો રહેલો જોઈ, પેલા બે પણ ધીમે ધીમે પાછા આવ્યા. પેલા કૅચ છોકરાએ તેમને કાનમાં ધીમેથી કહ્યું, “ મેં એક ભૂતનું માથું તે જોયું, ભીંત ઉપર તેને પડછાયો દેખાતે હતો.” પેલા છોકરાઓનો તે એ સાંભળી ભયથી જાણે શ્વાસ જ થંભી ગયો. અચાનક એક બારી ઉપર કોઈ માણસની રૂપરેખા ગોઠવાઈ જતી દેખાઈ. જાણે કોઈ બહારથી આવીને બારીએથી અંદર કૂદી પડયું! થોડી વાર બાદ બારીઓમાંથી આવતો પ્રકાશ બહુ તીવ્ર બન્યો. પછી એકદમ બુઝાઈ ગયો. ત્યાર બાદ અંદરથી માત્ર બોલવાનો અવાજ સંભળાવા લાગ્યો;- જાણે કોઈ વાતચીત ચાલતી હોય. - પેલા ફ્રેંચ છોકરાને ભૂતોની ભાષા કઈ હોય છે એ જાણવાને લોભ થયો. તે ધીમે રહીને ઘરની પાસે ગયો. પેલા બેને એકલા પાછળ રહેવાની જ એટલી બધી બીક લાગી કે, તેઓ ખૂબ ડરતા હતા છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy