SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ પ્રેમબલિદાન જિલિયાતે જે બીજી બખોલ પસંદ કરી હતી, તે ખડકમાં સામે પાર જતી એક નાળ જેવી હતી. પહેલાં તો તેણે પોતે તેમાં રહેવાનો વિચાર કર્યો હતો, પરંતુ ત્યાં ઓતરાતો પવન નાની નાળમાંથી ખેંચાઈને આવતો હોવાને કારણે એટલો જોરથી ફૂંકાતો કે, તેમાં રહેવાનો વિચાર તેને માંડી વાળવો પડયો હતો. પણ પવનના એ સતત ફૂકારે તેને ધમણ તરીકે ઉપયોગ કરવાનો વિચાર તેનામાં પ્રેર્યો. આ નાળ કુદરતે કોતરી કાઢી હતી, અલબત્ત ઢંગધડા વિનાની ત્રણ કે ચાર શિલાઓ વચ્ચે ગોબા જેવી એ બખોલ હતી અને છે. મોટી તરાડ હતી; અર્થાત્ એક મોટા નાળચા જેવો ઘાટ બન્યો હતો. એમાંથી સતત ફૂંકાતા પવનનું લેખું માંડી શકાય તેમ ન હતું. પણ આ નાળમાંથી પવન એક છેડેથી બીજે છેડે જેમ વહેતો હતો, તેમ પાણીનું એક ઝરણું પણ વહેતું હતું. ખડક ઉપરનાં ખાંચાખાબોચિયામાં સમુદ્રનાં મોજાંની છોળોનું જે પાણી ભરાય, તથા વરસાદનું પણ જે પાણી ઉમેરાય, તે બધું ખડકમાંની અગમ્ય પોલી નસો મારફત ઝમી ઝમીને મોટાં ટીપાએ આ નાળને છેડે ટપક્યા કરતું હતું. | જિલિયાતે દાદા-ડૂચા મારીને તથા ખરડ કરીને આખી તરાડને બદલે એક ભૂંગળી જેવું કરી દઈ, તેની મારફતે પવન જે શિલા ઉપર ભઠ્ઠી કરવાની હતી તેના ઉપર જ સીધો ફૂંકાય એવી વ્યવસ્થા કરી; તથા ચોમેર ટપકતા પાણીને, ત્રણ પાટિયાંનું નાળચું બનાવી તેની મારફત એક જગાએ ઉતારી, ત્યાં એક ટબ જેવી ગોઠવણ કરી. એમાં ભરાઈને પછી વધારાનું પાણી બહાર વહી જાય એવી વ્યવસ્થા હતી. આટલું થઈ ગયું એટલે પછી તેણે નક્કી કરેલી શિલા ઉપર કોલસા અને લાકડાં ગોઠવી, પોલદના ટુકડાને શિલા ઉપર પછાડી, તેને તણખો પાડયો અને દાંતા પૂરવાનાં ટાવળાં દોરડાંના છેડા ઉકેલીને બનાવેલી રૂવાંટી ઉપર પડવા દીધો, એટલે આગ સળગી. થોડી વારમાં ભડભડાટ અગ્નિ સળગી ઊઠ્યો. પછી તો હવાની નળીમાં મારેલો ડૂચો કાઢી નાખ્યો એટલે સુસવાટા કરતો પવન રે આગ ઉપર જોરથી ફૂંકાવા લાગ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy