SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાન્ડીની અણધારી બાટલી દરમ્યાન એ બળો સામેને માનવી સંઘર્ષ ચાલતો જ રહે છે, અને વરાળશક્તિથી સંચાલિત વહાણવટું, એ માણસની બુદ્ધિએ સમુદ્ર ઉપર મેળવેલા ઉત્તરોત્તર વિજયરૂપ છે. દુરાંદે ધસમસાટ પિતાને માર્ગ કાપતી આગળ વધે જતી હતી. દુરાંદે અગિયારેક વાગ્યાના અરસામાં ઉત્તર-વાયવ્ય તરફથી ફૂંકાવા લાગેલા પવન સાથે મિકિયર્સની સામેથી આગળ નીકળવા લાગી હતી. આબોહવા મજાની હતી, પણ મછવાઓ કિનારા તરફ વળવા લાગ્યા હતા. અને થોડી વારમાં તો સમુદ્ર ઉપરથી બધા જ મછવા અને હેડીઓ એકદમ સાફ થઈ ગયાં. દુરાંદે આજે પોતાના નિયત મા જ જતી હતી એમ ન કહેવાય. છતાં ખલાસીઓને એ બાબતની ચિંતા ન હતી, કારણ કે, તેઓને પોતાના કપ્તાનમાં પૂરો ભરોસો હતો. તેમ છતાં આજે સુકાનીની ગફલતથી કદાચ, રાંદે પોતાનો માર્ગ ચૂકતી જતી હતી – ગ્યર્નસીને બદલે તે જાણે જર્સી તરફ વધારે વળતી હતી. અગિયાર વાગ્યા પછી થોડી વારે કપ્તાનના લક્ષમાં એ વાત આવતાં તેણે તેને માર્ગ બદલી તેને સી તરફ વાળી. થોડા જ વખત બગડ્યો હતો, પરંતુ ફેબ્રુઆરી મહિનાના ટૂંકા દિવસોમાં અંધારું ઝટ બેસી જાય ત્યારે એમ સમય બગાડવાને હોય નહીં. પવન છેક જ બેસી ગયો હતો. ગ્યર્નસીવાળો મુસાફર હાથમાં દૂરબીન લઈ, છેક પશ્ચિમના ક્ષિતિજ ઉપર દૂર દેખાતા ભૂખરા ધુમ્મસના નાના વાદળ તરફ જોઈ રહ્યો હતે. કેપ્ટન કલુબિન હંમેશની કડકાઈ અને અકડાઈથી ઊભે હતો અને ચારે તરફ નજર રાખી રહ્યો હતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy