SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ “સેતાની ચરખા' ૧ મેસ લેથિયરીના આ ધંધા પ્રત્યે જુદા જુદા લોકો જુદે જુદે કારણે અણગમો ધરાવતા થયા. ફ્રેન્ચ કિનારા સુધી જવર-અવર કરતાં બીજાં ચાલુ જહાજોના માલિકોએ એને પોતાના ધંધા ઉપર તરાપરૂપ માન્યો. અને ધર્માચાર્ય – પાદરીઓએ તેની રચનાને પવિત્ર ધર્મશાસ્ત્રોના આદેશોના ભંગરૂપ ગણી, તેને સેતાની-ચરખો ઠરાવ્યો. પરંતુ ધીમે ધીમે આ બધા વિરોધો શમતા ગયા. આ જહાજમાં જે બળદો લાવવમાં આવતા, તે ઓછા થાકેલા હોતા અને તેથી જલદી વેચાઈ જતા. મુસાફરોને પણ જવર-અવર ઓછા ખર્ચાળ, વધુ સહીસલામત અને નિયમસરનો લાગવા માંડયો. કારણ કે, સ્ટીમ-બોટ અચૂક અમુક નિયત સમયે ઊપડતી તેમ જ આવતી. માછલાં પણ જંગી જથામાં વધુ તાજી અવસ્થામાં ફ્રેંચ બજારોમાં પહોંચાડી શકાતાં. ગર્નસીની ગાયોનું ઉમદા માખણ તેનાં દૂરનાં બજારોમાં અને ઉત્સુક ઘરાકોમાં વધુ સારી હાલતમાં પહોંચવા માંડયું. ધીમે ધીમે લોકોનો એના પ્રત્યેનો અણગમો ઓછો થતો ગયો. રજીસ્ટ્રાર સ્કુ લૅન્ડોએ સૌથી પ્રથમ પોતાની સંમતિ જાહેર કરી. અને એનો એ મત ખાસ નિષ્પક્ષ ગણાવો જોઈએ; કારણ કે, તેને પોતાને લેસ લેથિયરી પ્રત્યે અણગમા જ હતો: લેથિયરી ‘મેસ' કહેવાતો અને લૅન્ડો હજુ માત્ર ‘સુ’ હતો. ધીમે ધીમે સ્ટીમ-બોટ માટેનો સારો અભિપ્રાય જોર પકડતો ગયો. લોકોને પોતાના વેપારધંધામાં વૃદ્ધિ થતી લાગતી ગઈ. અને દરેકને પછી તેનો ઉપયોગ કરવો જરૂરી બનતાં તેના પ્રત્યે ગમા સિવાય બીજો ભાવ રાખવો અશકય થઈ ગયું. ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy