SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ લાકડા ચિરાઈ જાય છે, અને એ રહસ્યો માનવ અંતર સમક્ષ પ્રગટ થઈ તેને ચોંકાવી મૂકે છે. અને તરત જ પાછા તે પડદા, હતા તેમ, સિડાઈ જાય છે. આવા ચમત્કારો જેને થઈ આવે છે, તે લેાકો પછી કાયમને માટે બદલાઈ પણ જાય છે. ઊંટના એક હાંકેડુને તે મહંમદ પેગંબર બનાવી મૂકે છે; અને બકરાં ચારતી એકાદ છેાકરીને જોન ઑફ આર્ક! જિલિયાત સ્વપ્નદ્રષ્ટા હતા; અને તેથી સમગ્ર કુદરત તરફનું તેનું દૃષ્ટિબિંદુ અસાધારણ હતું. દરિયામાંથી ઘણીય વાર તેના હાથમાં મોટા મોટા કદનાં અને વિચિત્ર આકારનાં એવાં પ્રાણીએ આવતાં, જેમને પાણી બહાર કાઢીને જોઈએ, તે નરમ બિલોરી કાચનાં બનેલાં હોય તેવાં દેખાય; પરંતુ જેમને દરિયામાં પાછાં નાખે, તે દરિયાના પાણીના સમાન રંગમાં, પારદર્શકપણાને લીધે, તેમાં એકદમ ભળી જઈને દેખાતાં બંધ થઈ જાય! એ ઉપરથી તે ઘણી વાર એવા વિચાર કરતા કે, આ અફાટ જળ-સાગરની જેમ, આપણી આસપાસ ઝળૂબી રહેતા અફાટ હવા-સાગર પણ એવા જ પારદર્શક તથા નજરે ન દેખી શકાય તેવાં પ્રાણી અને સત્ત્વોથી ભરેલા હેાવા જોઈએ. અને તેવાં રંગ વગરનાં તથા પારદર્શક સત્ત્વા હવામાં વિચરતાં હોય, તોપણ આપણી નજરે ન પડે. પણ આપણે તેમને ન જોઈ શકીએ, માટે એવાં સત્ત્વ નથી જ, એમ આપણે કેમ કરીને કહી શકીએ? અને વિચારની આવી સ્વપ્નાવસ્થાને કિનારે જ પાછે। નિદ્રાવસ્થાને અગાધ પ્રદેશ આવેલા છે. અને એ પ્રદેશનાં સત્ત્વો પાછાં એથી પણ કેવાં વિચિત્ર અને નવાઈભર્યાં હાય! જિલિયાત એ બાબત પણ ઘણા વિચાર કરતા. બાહ્ય સ્થૂળ ચક્ષુ નિદ્રાવસ્થામાં બિડાઈ જતાં જે આંતર ચક્ષુ ઊઘડે છે, તેની સમક્ષ અજ્ઞેય અને અજ્ઞાત એવું નવું આખું વિશ્વ રજૂ થાય છે. કદાચ એ અવસ્થામાં એ દૂરનાં સત્ત્વો પૃથ્વી ઉપરનાં આપણા જેવાં સ્થૂળ સત્ત્વોને જોઈને નવાઈ પામતાં નજીક ઊતરી આવતાં હાય ! જિલિયાત તો ખાસ કરીને એવું માનતા જ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy