SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-બલિદાન પણ ચાલતો હોય છે. જેને ઇંગ્લેંડથી નાસી છૂટવું હોય તેણે દાણચોરોની મદદ લેવી પડે અને જેમને અમેરિકા તરફ ભાગવું હોય તેમણે ઝયુએલા જેવાઓની. ઝયુએલા કોઈ કોઈ વાર લૉબર્ન-જયાં વીશીમાં ભોજન કરવા આવતો. સ્યુ કલુબિન તેને દેખે ઓળખતે. ઉપરાંત, સ્યુ કલુબિન ઘમંડી માણસ નહોતે, --- તે આવા છાપેલા કાટલા જેવા હરામખોર માણસે પણ શેરીમાં મળે, ત્યારે ગૂડ-મોર્નિંગ કહી, તેમનો હાથ પકડત. તે કહેતો કે, “અનિષ્ટની પણ જાણકારી મેળવવી જોઈએ, જેથી આપણે એના ફાંદામાંથી વધુ સહીસલામત રીતે છૂટી શકીએ!” અને લોકો પણ, એની એ જાતની વર્તણૂકથી વહેમાવાને બદલે તેના સગુણનાં વધુ ગુણગાન કરતા; કારણ કે, કલુબિન જેવા જે કંઈ કરે, તે સૌના હિતાર્થે જ હોય : દુરાચારી બદમાશની એણે કરેલી સોબત પણ લોકોના ફાયદા માટે જ હોય. તેને પોતાને તે કશું અનિષ્ટ સ્પશી શકે જ નહિ – સ્ફટિક ઇચ્છે તે પણ તેના ઉપર જ ચોટી શકે? અને માણસ ચાલાક હોય, તેથી કરીને તેની નિર્દોષતાને શો વાંધ આવે? ઊલટું, એ ચાલાકી એની નિર્દોષતા માટે સંરક્ષણની વાડ રૂપ બને ! ઊલટું, સદ્ગણી માણસ બાઘો હોય, તે છેક જ નકામો! કારણ કે, એની બાઘાઈ જ એને બદમાશોની બદમાશીને શિકાર જલદી બનાવે. એલાના જહાજ “ટેમેલિપસ” ઉપર માલ લદાતે જ હતો, અને થોડા દિવસમાં જ તે ઊપડવાનું હતું. એક મંગળવારે સાંજે અજવાળું હતું હતું ને દુરાંદે સેંટ મેલ બંદરે આવી પહોંચ્યું. કલુબિન જહાજના બ્રિજ ઉપર ઊભો ઊભો ઊતરતા માલની દેખરેખ રાખી રહ્યો હતો, તેવામાં તેણે પાસેના રેતાળ પટ ઉપર, બે ખડક વચ્ચેની એકાંત જગામાં, બે જણને વાત કરતા જોયા. તેણે પોતાનું દૂરબીન ઊંચું કરી તેમાંના એકને ઓળખી કાઢયો. તે કમાન ઝયૂએલા હતો. તેની સાથે વાત કરનાર બીજો જે હતે, તેને પણ કલુબિને ઓળખી લીધો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy