SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-બલિદાન મજા એ તો સમુદ્રને ઉપરચોટિયો કોયડો છે; કારણ કે, સપાટી નીચેના પાણીની સ્થિતિ જ તેને સતત ગૂંચવ્યા કરતી હોય છે. એટલે “નૉર્મન આચિપેલેગા'ના ખડકો અને છીંછાં તળ આગળ થઈને જિલિયાત પોતાની હોડી હંકારી જતો હોય, ત્યારે એમ જ લાગે કે, આખા તળિયાનો નકશો જાણે તેના મગજમાં દોરેલો છે. દરિયામાં જુદે જુદે ઠેકાણે મુકાયેલી નિશાનીઓ તે બરાબર ઓળખતો. કદાચ તેમના ઉપર બેસનાર પંખીઓ તેમને એટલી ઝણવટથી નહિ ઓળખતાં હોય. દરિયાખેડુ તરીકે તેની વિરલ કુશળતાના પરચો એક દિવસ ગ્યર્નસીમાં ખેલાતી જહાજી હરીફાઈ વખતે સૌને મળ્યો. આ વખતની હરીફાઈમાં દરેક ઉમેદવારે ચાર સઢવાળી બેટમાં એકલા સેંટ સેંસનથી ઊપડી, એક લીગ દૂર આવેલા હમ ટાપુ સુધી જઈને પાછા આવવાનું હતું. જોકે કોઈ પણ માછી ચાર સઢવાળી બોટને એકલો હંકારી જઈ શકે, પણ આ કિસ્સામાં મુશ્કેલી એ હતી કે, દરેક ઉમેદવારે “ડચ બેલી-બોટ' નામે ઓળખાતી જૂના જમાનાની એક મોટી અને ભારે બોટમાં ત્યાં જવાનું હતું તથા પાછા આવતાં હર્મ ટાપુ ઉપરથી પથ્થરનું ખાસું વજન ભરી લાવવાનું હતું. જે જીતે તેને એ બોટ જ ભેટ આપી દેવાની હતી. એ બોટ મૂળે પાઇલટ-બોટ" તરીકે વપરાતી હતી. અને ગ્યર્નસીને એક સૌથી વધુ મજબૂત ખલાસી વીસ વર્ષથી તેને વાપરતો આવ્યો હતો. જ્યારે તે મરી ગયો, ત્યારે એ બોટ ચલાવી શકે એવો કોઈ ખલાસી જ ન રહ્યો. એટલે તે બોટને આ રીતની શરત જીતનારને ઈનામ તરીકે આપી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ' એ બોટને નૂતક ન હતું, પરંતુ તેનામાં સમુદ્રની લાંબી સફર માટેની કેટલીક રચના એવી હતી કે કોઈ પણ કુશળ ખલાસીને એ બોટ મેળવવાનું મન થાય. જેમકે, તેના કૂવાથંભને આગળની બાજુ રાખે • તફાની કે બિનસલામત કિનારા નજીકના બંદરે મેટા જહાજને દોરી લાવનાર બેટ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy