SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્નદ્રષ્ટા તેનામાં કળ જોગવવાની શક્તિ એવી અદ્ભુત હતી કે કોઈ રાક્ષસ પણ તોબા પોકારે એટલું વજન તે ઊંચું કરી શકતો અને કોઈ પહેલવાનને પણ જેબ આપે એવાં શરીરબળનાં કામ કરી શકતો. તે પોતાના ડાબા તેમ જ જમણા હાથને એકસરખી છટાથી વાપરી જાણતો. તે કદી બંદૂકથી શિકાર કરતા નહિ; પરંતુ જાળથી માછલાં પકડતા. માછી તરીકેનું તેનું જ્ઞાન અને કુશળતા હેરત પમાડે તેવાં હતાં. તે એક સુંદર તરવૈયા હતા. એકાંતવાસ કાં તો માણસની માનસિક શક્તિઓને તીવ્ર બનાવે, અથવા તેને જડસુ બનાવી મૂકે. જિલિયાતમાં કોઈ કોઈ વાર આ બંને બાજુઓ પ્રગટ થતી દેખાતી. કોઈ વખત તે એવા દિગ્મૂઢ થઈ ગયા જેવા દેખાતા કે કોઈ ગમાર ભરવાડ જ જોઈ લેા. તો કોઈ વાર ક્રાંતદર્શી ઋષિની અવર્ણનીય વેધકતા તેના ચહેરા ઉપર છવાઈ રહેલી દેખાતી. ગમે તેમ ાય તે સામાન્ય લખતાં વાંચતાં જાણનાર એક ગરીબ માણસ જ હતો. સ્વપ્નદ્રષ્ટાને વિચારક – જ્ઞાનીથી જુદી પાડનાર રેખાને ઉંબરે જાણે તે ઊભા હતા. જિલિયાતમાં, એક બાજુ, પોતાનાં અજ્ઞાન અને નિર્બળતાના ભાનથી આજુબાજુની અનંત ગૂઢતાથી ચકિત થવા જેટલા ભક્તિભાવ હતા; તેમ જ બીજી બાજુ, તેને એકલે હાથે વિચાર વડે બધી બાબતોના ઉકેલ લાવીને ઝૂઝતા રહેવાનું હોવાથી, તેનામાં દૃઢ સંકલ્પશક્તિ અને જાણકાર – જ્ઞાનીના આત્મવિશ્વાસ પણ હતાં. - વારંવાર ખડકો અને કરાડો ઉપર ચડવા ઊતરવાથી, બધી ઋતુમાં ટાપુ વચ્ચે અવરજવર કરતા રહેવાને લીધે, તથા જે હાડકું હાથમાં આવ્યું તેના વડે, કોઈ ખાસ પ્રયોજન વિના, માત્ર તરંગ અને મેાજને કારણે જ, તેાફાની ખાડીઓના માર્ગોમાં દૂર દૂર સુધી રાતે ને દિવસે સફર કરતા રહેતા હોવાથી, તે એક મહાકુશળ ખલાસી બની ગયા હતા. તે જન્મથી સુકાની હતા. સાચા સુકાની એ કહેવાય કે, જે સમુદ્રની ઉપરની સપાટી કરતાં નીચેના તળને વધુ જાણકાર હાય. ઉપરનાં ટો.. - 2 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy