SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ સ્વપ્નદ્રષ્ટા ૩ જુવાન ગ્વાન સ્ત્રીઓ જિલિયાતને કદરૂપા ગણતી. પરંતુ તે કદરૂપા નહાતા : કદાચ તે સુંદર ગણાય. તેના કાન નાના, નાજુક તથા લબડતી જાડી બુટ્ટી વિનાના હતા : અર્થાત્ સાંભળવા માટે બહુ સરવા. તેની બે આંખાની વચ્ચે ઊભી પ્રતાપી રેખા હતી : અર્થાત્ હિંમત અને ખંતની નિશાની. તેના માંના ખૂણા દબાયેલા હતા – તેનામાં રહેલી કડવાશને સહેજ વ્યક્ત કરતા હાય તેવા. તેનું કપાળ ગાળાકાર હતું : શાંતિ અને ખાનદાની સૂચવતું. તેની આંખની ચેાખ્ખી કીકી તેની સ્થિર દૃષ્ટિ વ્યક્ત કરતી હતી. તેનું હાસ્ય નાના છોકરા જેવું અને આનંદભર્યું હતું. તેના દાંતની સફેદીની તોલે કોઈ હાથીદાંત ન આવી શકે. સૂર્યના પ્રકાશમાં લાંબા વખત રહેવાને કારણે તેની ચામડી શ્યામવર્ણી બની હતી. પરંતુ તાફાનમાં અને અંધારામાં સમુદ્રના સામના એવી કશીક નિશાની મેળવ્યા વિના ન થઈ શકે; અને તેથી ત્રીસ વર્ષની ઉંમરે તે બરાબર પિસ્તાલીસ વર્ષના દેખાતા હતા. હિંદુ દંતકથા છે કે, બ્રહ્માએ ‘ બળ ’ને પૂછ્યું : તારા કરતાં વધુ બળવાન કોણ ? તેણે જવાબ આપ્યો : ‘કળ.’ અને ચીની કહેવત છે કે, સિંહ જો વાનર હેાત, તે તે શું શું ન કરી શકત ? જિલિયાત સિંહ પણ નહોતા કે વાંદરો પણ નહાતા; છતાં તેની કામગીરી જુઓ તે તેમાં ચીની કહેવત અને હિંદુ દંતકથાનું સત્ય મૂર્તિમંત થયેલું જણાય. તેની ઊંચાઈ સામાન્ય હતી અને તેનું બળ પણ સામાન્ય જ કહેવાય; પરંતુ ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy