SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પ્યાલો હેઠે પહોંચે તે પહેલાં– ૧૭૯ એ પ્રકાશની મદદથી તેણે પાછળની આડચને આગલી આડચ કરતાં પણ વધુ ઊંચી બનાવી લીધી. હવે ટોચના પાટડાને દોરડાની છેલ્લી ગાંઠ તે વાળતો હતો તેવામાં અચાનક તેના મોં ઉપર ઉત્તરના પવનની સીધી ઝાપટ વાગી. તેણે મોં ફેરવીને જોયું, તે પવન અચાનક ઉત્તર-પૂર્વને થયો હતો. અર્થાત પૂર્વ તરફના આ પ્રવેશદ્વાર ઉપરનો હુમલો ફરી શરૂ થવા લાગ્યો હતો, અને બીજું પ્રચંડ મેજું ધસમસાટ કરતું આવવા લાગ્યું હતું! આ મોજું તેની અંદર ભેગી થયેલી વિવિધ શક્તિઓને કારણે જાણે જીવતું પ્રાણી હોય – કોઈ જળરાક્ષસ હોય—એવું લાગતું હતું. તે તે પહોળું અને સપાટ થઈ આડચ ઉપર પટકાયું. માત્ર પટકાયું જ નહિ પણ ચાટીને કરડવા પણ લાગ્યું. પોતાની સાથે તે એક મોટો પાટડો ઉખાડતું ગયું અને જે ખડક ઉપર થોડા વખત પહેલાં જિલિયાત ઊભો હતો તેના ઉપર તેને જોરથી પટક્યો. સભાગે જિલિયાત ત્યાં ન હતો. એ પાટડો એ ખડક ઉપર પડયો અને બીજી આડચ ઉપર ન અફળાયો તેથી બીજી આડચને ગંભીર નુકસાન થતું બચી ગયું. ઊલટો એ પાટડો જિલિયાતને અણધારી રીતે ઉપયોગી નીવડયો. એ પાટડો એવી રીતે પડ્યો હતો કે, તેનો એક છેડો આગળ ઝઝૂમતા ખડક અને પાછળની કિનારી વચ્ચેની એક બખોલમાં ભરાયો હતો. પાટડાનો બહાર નો ભાગ જાણે હાથ લાંબો કર્યો હોય તેવો દેખાતો હતા, અને પાછળની કરાડથી અઢાર કે વીસ ઇંચ દૂર રહેતો હતો. જિલિયાતે પોતાના પગ, ઢીંચણ અને હાથ ખડક ભણી ટેકવી પોતાની પીઠથી એ પાટડાને ધક્કો દીધો. પાટડો લાંબો હોવાથી એ ધક્કાનું બળ ખૂબ વધી ગયું. ખડકનો એ ઝઝૂમી રહેલો ભાગ ઢીલો પડી ગયેલો જ હતો. છેક ચોથે પ્રયત્ન ખડકનું એ ગચિયું ખસ્યું અને એક ધડાકા સાથે પાણીમાં પડવું. ટૉ. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy