SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેસ-બલિદાન કબિનને તે રૂંવે રૂંવે આનંદના દીવા પ્રગટી ઊઠયા. હવે એક જ વાત કરવાની રહેતી હતી : અહીંથી ઊતરી લ’ હામે ખડક ઉપર પહોંચી જવું. તેની ટોચ ઉપર ઊભા હોઈએ તે દુરનું જહાજ તરત તેને જુએ અને તેને બચાવી લેવા હાડી મેકલે. ૧૧૮ લ’ હામે ખડક બાએક ફેધમ જ દુર હતા. ત્યાં સુધી તરીને જવું, અને આસપાસના ખૂણાખાંચાઓ ઉપર પગ માંડીને ટોચે ચડી જવું, એ જરાય મુશ્કેલ ન કહેવાય. પણ દુરાંદેના આગલા ભાગ ખડકમાં ટિચાયો હોવાથી, લુબિન ઊંચા રહેલા સુકાનના ભાગ તરફ આવ્યો. ત્યાંથી તેણે પાણી માપવાની દારી નીચે ઉતારી. તેા તે ભાગમાં પાણી ખૂબ ઊંડું માલૂમ પડયું. એ દોરી સાથે જે પદાર્થો ચાટીને ઉપર આવ્યા, એ ઉપરથી તેને લાગ્યું કે, તે તરફ ખડકો વચ્ચે પાણીના ઊંડા ધરા હતા, જ્યાં ઉપરની સપાટીએ થતી હિલચાલની કશી અસર પહોંચતી ન હતી, અને તેથી જ્યાં એવી બધી વસ્તુઓ પેદા તથા જમા થયા કરતી હતી. લુબિને હવે ઝટપટ કપડાં ઉતારવા માંડયાં. પેલા જહાજ ઉપરથી બીજાં કપડાં મળી રહેશે એવી એને ખાતરી હતી. તેણે પોતાનો પટ્ટો કમરે બરાબર ભિડાઈ રહ્યો છે, એની ખાતરી કરી લીધી તથા સાથે સાથે પેલી સ્પ્રિંગ-બૉકસની પણ. લ’હામે ખડક સુધી પહોંચવા પ્રથમ કઈ દિશાએ વળવું પડશે એ પણ તેણે જોઈ લીધું. પછી માથું નીચું રહે તે રીતે તેણે પાણીમાં ઝંપલાવ્યું. ઊંચેથી પડયો હોવાને લીધે તે પાણીમાં ઊંડે ઊતરી ગયા. પછી આસપાસના ખડકનીધારોને હાથ વડે સ્પર્શતા તે ઉપરની બાજુએ આવવા લાગ્યો. અચાનક તેના પગ કોઈએ પકડયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy