SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જિલિયાત જલિયાત સેંટ સૅપ્સન કસબામાં રહેતો હતો, અને તેના પડોશીઓને અલબત્ત ગમત ન હતો. કારણ ગણો તે પ્રથમ તો એ કે, તે એક ભૂતિયા’ ઘરમાં રહેતો હતે. જર્સી કે ગ્યર્નસી ટાપુઓમાં, ગ્રામ પ્રદેશમાં તેમ જ શહેરમાં, કોઈ નિર્જન ખૂણા આગળ પસાર થતી વખતે કે ઘણી વસ્તીવાળી શેરીઓમાં પણ તમને એવું ઘર જોવા મળે, જેનું આંગણું આડથી બિલકુલ ભરી લેવામાં આવ્યું હોય, નીચેની બારીઓ ઉપર ખીલાથી પાટિયાં જડી લેવામાં આવ્યો હોય, અને ઉપરની બારીઓનાં ચોકઠાં ભલે બંધ હોય પણ કાચ બધા ફૂટી ગયા હોય. એ ઘરને જો વાડો હોય, તો તેમાં પથરાઓ વચ્ચે ઘાસ ઊગ્યું હોય અને વાડાની દીવાલો ભંગાર બની ગઈ હોય. તે ઘરનાં ધુમાડિયાં ઊભી તરાડોથી ચિરાઈ ગયાં હોય, અને છાપરું તૂટી પડ્યું હોય અથવા તૂટવા લાગ્યું હોય. આ ઘરો ભૂતિયાં ઘરો છે. સેતાન રોજ રાતે એ ઘરોની મુલાકાત લે છે, એમ મનાય છે. અને લોકોમાં સહેજ વહેમ શરૂ થયો કે પછી આવાં ઘરોની સ્થિતિ ભયંકર બની રહે છે; – અને કરૂણ પણ. જિલિયાત જે ઘરમાં રહેતો હતો, તે પણ ભૂતિયું ઘર મનાતું હતું : જોકે અત્યારે તે તેમાં ભૂત નહિ પણ જિલિયાત રહેતો હતો. અને તેથી જ લોકો હવે એ ઘર કરતાં એમાં રહેનાર માણસથી વધુ દૂર ભાગતા હતા. ભૂતની ટેવોનો જાણકાર દરેક જણ જાણે જ કે, ભૂતિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy