SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેસ-બલિદાન લુબિને દુવ્રે ખડકોને દૂરથી ઘણી વાર જોયા હતા; એટલે પોતે એ ખડકો ઉપર છે, એમાં તેને હવે કશી શંકા રહી નહીં. ૧૧૬ પરિસ્થિતિને કેવા અચાનક પલટો! હાઈને બદલે દુવ્રે ઉપર આવી પડવું ! એક માઈલને બદલે કિનારાથી પાંચ લીગ (પંદર માઈલ) દૂર ! એટલું અંતર તરીને તે પાર કરી શકાય જ નિહ. વહાણ ડૂબવાથી બચી નીકળેલા માણસને દુવ્રેનાં દર્શન થાય, એટલે તેને મોતનાં દર્શન થયાં એમ જ ગણાય. ત્યાંથી કિનારે પહોંચાય તેવી કશી મદદ મળવાની પણ આશા નહીં. કારણ કે, એ તરફ થઈને સામાન્યપણે કોઈ વહાણાની અવર-જવર હોતી જ નથી. લુબિન કંપી ઊઠયો. તે હાથે કરીને મૃત્યુના મુખમાં આવી પડયો હતા. ભરતી આવે ત્યારે લ’હામે (મનુષ્ય) ખડક સિવાય ઊભા રહેવાની જગા આસપાસ કાંય ન હતી. રાતે તેાફાના ચડવાની વકી હતી, અને પેલી લૉગ-બાટ પણ હવે આટલે બધે દૂરથી કિનારે હેમખેમ પહોંચે એવી કશી આશા રાખી ન શકાય. એ કિનારે પહોંચે, તો તે ક્યુબિન દુદ્રે ખડક ઉપર એકલા ઊભેલા છે, એવી ખબર કિનારે પહોંચતાં તેને બચાવી લેવાના પ્રયત્ન જરૂર થાય. હવે તે ભૂખ, તરસે અને ઠંડીથી લ' હામે ખડક ઉપર જ મરી જવા સિવાય બીજો કોઈ અંત તેને માટે બાકી રહ્યો ન હતા. તેની પાસેના સિત્તેર હજાર ફ઼ાંકથી તેને એક કોળિયા અન્ન પણ અહીં મળી ન શકે! તેણે અત્યાર સુધી કરેલી બધી યોજનાઓ છેવટે આ ફાંદામાં આવી પડવા માટે જ જાણે તેણે યેાજી હતી! પોતાના મૃત્યુના શિલ્પી પોતે જ નીવડયો હતા. તેના વિજયાનંદ હવે એકદમ કરુણ હતાશામાં પલટાઈ ગયા. મુક્તિને બદલે તેને કારમી કેદ જ મળી હતી અને તે પણ કાયમી! દરમ્યાન પવન ઊપડયો હતા. ધુમ્મસના ગોટેગોટા દરિયાની સપાટી ઉપરથી વળાઈ ઝુડાઈ દૂર ક્ષિતિજ તરફ ધકેલાઈ જવા લાગ્યા. હવે દરિયો ચાતરફ નજરે પડવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy