SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ છ ઇંચ અને બે ફૂટ વચ્ચેના તફાવત ૧૯૩ અંદરથી તે ઘૂંટાના વચલા ભાગ જે આ દાટાથી દબાયા હતા. એટલે એ દાટાની આસપાસ અને બાકાની ધાર ઉપર ગોળ ફરતી તાડપત્રીની એશીકા જેવી ફૂલેલી કિનારી બની રહી. બાકાની ધાર વાંકીચૂંકી તથા આડીઅવળી હોવાથી તાડપત્રીનું એ ઓશીકું દાટાના દબાણથી ચામેર બરાબર ચોંટી ગયું હતું, અને પાણી જરા પણ અંદર આવતું ન હતું. ર પણ આ બધું છેવટે તકલાદી કામ જ ગણાય. કારણ કે તાડપત્રીનું ગોળ ફરતું એ ઓશીકું કોઈ પણ જગાએ બાકાની તીણી ધારથી ભેદાઈ જાય, તે ત્યાંથી તરત પાણી પેસવા માંડે. એટલે આ દાટો સવાર સુધી કામ દે એવા કશા ભરોસા ન રાખી શકાય. એ ચિંતામાં પડીને જિલિયાતે ડચ-બાટનું પાણી બાલદીથી ઉલેચીને ઓછું કરવાના પ્રયત્ન કર્યો : કેમેય કર્યું એ બાકું પાણીની ઉપર આવી જાય, તો કંઈક ધરપત રહે! પરંતુ તેના હાથ ચાલ્યા જ નહિ ! ડેવિલ-ફિશની જકડમાં પકડાઈને, તથા ભૂખને લીધે તથા થાકને લીધે તેના હાથે કામ કરવા જ ના પાડી. ઉપરાંતમાં આખે શરીર તે ખુલ્લા હતા અને ટાઢથી કંપતો હતા. જિલિયાતને પેાતાની તેમ જ પોતાની આશાની આખર ઘડી આવી રહેલી લાગી. અત્યારે તા પાસે થઈને જતા કોઈ મછવાના માછીમાર ફાનસ સાથે તેની મદદે આવે, તે જ કામ બને. એ આશાના માર્યા તે મેટા-દુવ્ર ઉપર ચડી ગયા. પણ દુવ્ર ખડકા પાસે થઈને ક્યા અભાગિયા માછી રાતને વખતે પસાર થતા હોય વારુ? કોઈ મોટું જહાજ એ બાજુએ થઈ ને પસાર થતું હોય, તે રાતને વખતે તેને કપ્તાન ટેલિસ્કોપથી આ ખડકો તરફ નજર રાખીને જ આગળ વધે, એ ખરું. પણ એવું કોઈ મેટ્ જહાજે નજરે પડતું ન હતું : કયાંય જરો સરખા દીવા પણ દેખાતા ન હતા. ટૉ. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy