SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કન્યાના પતિ ૪૯ ધનવાન વર્ગ તરફથી જ એ માગણી આવતી હતી. પરંતુ મેસ લેથિયરીને તા પેાતાની સુવર્ણકન્યા માટે કાંસાના પિત જોઈતા હતા. એટલે તેણે એ બધી માગણી નકારી કાઢી. તે પણ પાતાની કલ્પના મુજબના યોગ્ય માણસની રાહ જોવા લાગ્યો; તેમ દેરુશેત પણ ! લેથિયરીને ખાનદાનનેા તા માહ જ ન હતા; અને તેણે ઉચ્ચ ખાનદાનના કહેવાય તેવા તરફથી આવેલી કેટલીય માગણી પાછી કાઢી હતી. ૨ F મેસ લેથિયરીમાં અવગુણ જોવા જઈએ તા એક હતા, અને તેય મોટો હતો : તે પાદરીઓને ખૂબ ધિક્કારતા; — વ્યક્તિશ: નહિ પણ આખા વર્ગને. એક વખત તે વૉલ્ટરનું પુસ્તક વાંચતા હતા (અને તેને વાંચવાની સારી ટેવ હતી,) તેમાં આવ્યું કે, “ પાદરી બિલાડી જેવા છે. ” તરત જ તેણે ચાપડી નીચે મૂકી દીધી અને પછી ધીમેથી એક વાકય ઉચ્ચાર્યું : “ પણ હું કૂતરા જેવા છું ને ! "" જયારે તે પેાતાની સ્ટીમ-બોટની યોજના આગળ ધપાવતા હતા, ત્યારે લ્યૂથર-પંથી, કેલ્વિન-પંથી અને કૅથલિક એમ સૌ પાદરીએ તેની પ્રવૃતિને વખાડી કાઢી હતી. તેઓએ પાતાનાં વ્યાખ્યાનામાં અને ધર્મપદેશામાં તેની કરાય તેટલી નિંદા કરી હતી, તથા તેને વખાડાય તેટલો વખાડી કાઢયો હતા. તે જ કારણે સામેથી મેસ લેથિયરી પણ તેમને તેટલા જ ધિક્કારતા હતા. પણ સાથે સાથે એય કહી દેવું જોઈએ કે, મેસ લેથિયરીના એ વર્ગ માટેના ધિક્કાર પેલાએ દાખવેલી કોઈ અવળચંડાઈને જ આભારી હતા, એમ ન હતું. એના એ વર્ગ પ્રત્યેનો ગુસ્સા, કૂતરાને બિલાડી માટે હોય છે તેવા, સ્વાભાવિક કુદરતી જ હતો. તે વર્ગના છૂપા નહાર જાણે તે જોઈ શકતા હાય, અને પેાતાના દાંત કચકચાવીને જ તે ફરતા હાય, એવા જ તેનો ઘાટ હતા. અલબત્ત, આવી રીતના આખા વર્ગ પ્રત્યેના ગુસ્સા અંધ ગુસ્સા જ હોઈ શકે; અને તેથી મેસ લેથિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy