SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ છ ઇંચ અને બે ફૂટ વચ્ચેનો તફાવત સાટાં ફાનો પછી કેટલાય દિવસ દરિયો શાંત રહે છે. એટલે જિલિયાતે બીજે દિવસે સવારે જ દુઘેથી પોતાની ડચ-બોટ સાથે ઊપડવાનું નક્કી કર્યું હતું. કરચલા શોધવા તે પોતાની ડચ-બોટ છોડીને નીકળ્યો હતો, ત્યારે તેમાં છ ઇંચ પાણી ભરાયું હતું. તે પાણી વરસાદનું અને તોફાનની છોળોનું ભરાયું હતું, અને તેટલું તો પોતાની પાણી ઉલેચવાની ચામડાની બાલદીથી ઉલેચી શકાશે એમ તેને લાગ્યું હતું. ' પણ જ્યારે તે ડેવિલ-ફિશના મથકેથી પાછો ફર્યો, ત્યારે ડચ-બેટમાં બે ફૂટ જેટલું પાણી થઈ ગયું હતું! એનો અર્થ એ જ થાય કે, ડચ-બોટમાં કાણું પડયું હતું. આટલું પાણી હવે પેલી ચામડીની બાલદીથી ઉલેચી શકાય પણ નહીં. એંજિન જેવો ભારે પદાર્થ લાદ્યો હોય, તે વખતે ઘોડાની ખરી જેવા ઘાટની આ સપાટ તળિયાવાળી બોટમાં બે ફૂટ પાણી ભરાય એટલે ખૂબ જ વજન વધી ગયું કહેવાય. એ બાલદીથી પાણી ઉલેચાઈ રહે તે પહેલાં તો એ ડૂબી જ જાય. જિલિયાત એક કલાક જ મોડો આવ્યો હોત, તે કદાચ તેને હોડીને ઠેકાણે એંજિનના ધુમાડિયાને તથા કૂવા-શંભનો થોડો ભાગ જ પાણી ઉપર જોવા મળત. હોડીની તરાડ કે તેમાં પડેલું બાકું ગમે તેમ કરીને શોધી કાઢવાં જોઈએ અને બંધ કરી દેવા જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy