SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ જે સાદ બાઈ જરા હસીને પાછલે બારણેથી આંગણામાં ગઈ અને ત્યાંથી એક માણસને લઈને પાછી આવી. પેલાએ અંદર આવીને પેલા બેમાંથી એક જણને પૂછયું, “ તમે જ બંદૂક-ગર છો?” “હા, અને તમે પેલા પેરીસિયન છો?” “તો પેલી ચીજ બતાવો.” પેલાએ તરત પોતાનાં કપડાંમાંથી એક નવી ચળકતી રિવોલ્વર કાઢીને બતાવી. પેલા બે આગંતુકો તેને તપાસવા લાગ્યા. પેલો બંદૂકગર આ મકાનનો ભોમિયો લાગતો હતો; તેણે એ રિવોલ્વર હાથમાં થોડી રમાડીને પોતાની સાથેના બીજા માણસને જોવા આપી. તે માણસ આ શહેરનો અજાણ્યો લાગતો હતો અને મીણબત્તી તરફ પીઠ રાખીને ઊભો હતો. બંદુક-ગરે પૂછયું, “કેટલા પૈસા લેવાના છે?” “હું હમણાં જ તેને અમેરિકાથી લેતો આવ્યો છું.” “કેટલા પૈસા ?” એને છ નળીઓ છે, અને તે ગોળ ફરે છે.” “કેટલા પૈસા ?” “એક એક નળી દીઠ એક, એટલે છ નળીના છ લૂઈ*.' “પાંચ લેવા છે ને?” “અશકય; એક નળીનો એક લૂઈ.” “પણ વેચવી હોય તો વાજબી કિંમત જ કહેવી જોઈએ. “મેં વાજબી કિંમત કહી છે, તપાસી જુઓ! પણ તમારે તો એ શસ્ત્ર પાસે રાખવા કરતાં કાઢી નાખવું વધારે હિતકર ગણાય, એટલું તો સમજો છોને? માટે પાંચ લૂઈથી માની જાઓ.” જ એક લઈ = ૨૦ ક્રાંક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy