SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-બલિદાન અને કેવાં પ્રાણીઓ ? તે ઊડે છે, ઝડપ ઊંચાં થાય છે, ઉપર ધૂમવા લાગે છે, સિસોટી કરે છે, હસે છે, ગુસ્સો કરે છે, જુસ્સા દાખવે ચિડાઈ ચિડાઈને! નાહક વિનાશ વેરવામાં જ તે તે જાણે શિકારી કૂતરાંનું ટોળું લઈને આવેલા શિકારી હોય છે. તે ખડકો અને મેાજાં તરફ એ કૂતરાઓને તગેડીને – ભસાવીને રાજી થાય છે. તે વાદળાને એકઠાં કરી પછી તેમને લાતંલાતા કરી પાછાં વિખેરી નાખે છે. લાખ લાખ હાથા વડે તે પાણીને ગૂંદે છે. પરંતુ પાણી પ્રવાહી હાઈ, તેમના હાથના વજન નીચેથી સરકી જાય છે. એ રીતે પાણીનાં મોજાં ઊભાં થાય છે. તોફાન એ ઘણા રાક્ષસોએ ભેગા મળીને ખેલેલો ખેલ છે: મોજાંને ધકેલવાં, વાદળોને હડસેલવાં, હવાને ફૂંકવી ઇ. રાત્રી-પિશાચિની તેમની સાથે એ ખેલમાં સાગરીત બને છે. દરેક તોફાનની શરૂઆતમાં ઘેરો ગણગણાટ સંભળાય છે. બીનેલા સમુદ્રની ચુપકીદી દરમ્યાન એ દૂરદૂરથી આવતો હોય છે. સમુદ્રના ઝગમગાટ એ આવતા તોફાનની પહેલી ચેતવણી કહેવાય; અને આ ગણગણાટ એ બીજી. ૧૭૨ જિલિયાત મોટા દુવ્રે ઉપર ચડી ગયો. ત્યાંથી તેણે અફાટ સાગર તરફ નજર કરી. પશ્ચિમ તરફ એક ભીંત ઊભી થતી જતી હતી. સૂર્ય ઝાંખા થઈ ગયો હતા. દિવસના ખુલ્લા પ્રકાશને જાણે રાત્રીએ પોતાની અંધાર- પછેડી ઓરાઢી દીધી. મારે છે, પાછાં મારે છે, ગર્જના છે,– સ્વચ્છંદીપણે, રાચે છે. ધુમ્સસના વાદળની એ ભીંત–એ જંગમ પર્વત – દુવ્રે તરફ જ ધસી રહ્યો હતા. જિલિયાત થોડો વિચાર કરી તરત નીચે ઊતરી પડો. તેને હથોડો જોરથી વીંઝાવા લાગ્યા. પૂર્વના પ્રવેશદ્રાર આગળ પહેલી આડચથી દશ કે બાર ફૂટ પાછળ પાટડા-દોરડાંની બીજી આડચ તેણે ઉતાવળે ઊભી કરવા માંડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy