________________
સપ્તભંગી સમર્થન નામના સર્ગમાં સાત ભાંગા કઈ રીતે થાય? સ્યાદ્વાદનું સ્વરૂપ શું? કોઈ ઠેકાણે સાત શબ્દ ન હોય તો પણ ત્યાં અધ્યાહાર કરવો જોઈએ તેનું શું કારણ? ભાંગા સાત જ કા તેનું શું કારણ? વગેરે બીના બહુ જ સ્પષ્ટ જણાવી છે. બીજા નયસમર્થન નામના સર્ગમાં નયવિચારની જરૂરિયાત, દરેક નયની મર્યાદા, દ્રવ્યનું સ્વરૂપ, સ્વભાવપર્યાય, વિભાવપર્યાય, દ્રવ્યાર્થિકનયના દશ મુદ્દાઓ, તેનું સ્વરૂપ જણાવીને પર્યાયાર્થિક નયનું સ્વરૂપ વર્ણવ્યું છે. તેમાં પર્યાય અને ગુણના ભેદો, તેનું સ્વરૂપ, સામાન્ય વિશેષનો સમાવેશ ક્યાં થઈ શકે ? આ બીના સ્પષ્ટ ગુણના ભેદો, તેનું સ્વરૂપ, સામાન્ય વિશેષનો સમાવેશ ક્યાં થઈ શકે? આ બીના સ્પષ્ટ જણાવીને (૧) નૈગમનયના સ્વરૂપમાં - ઘર્મ, ઘર્મી, ધર્મધર્મીની બાબતમાં નૈગમનો અભિપ્રાય - તેમાં સત્યાસત્યતા, નૈગમાભાસ વગેરે બીના જણાવી છે. (૨) સંગ્રહનયમાં લક્ષણ, સલક્ષણભેદ, સંગ્રહાભાસની બીના જણાવી છે. (૩) વ્યવહારનયમાં ૧૪ પ્રકારના વ્યવહાર, નવ પ્રકારના ઉપચાર અને સંબંધ જણાવ્યા છે. (૪-૭) ઋજુસૂત્રાદિ ચાર નવો પર્યાયાર્થિકનય તરીકે ગણાય છે. તેમાં ઋજુસૂત્રનયનું સ્વરૂપ જણાવતાં લક્ષણ અને ભેદનું સ્પષ્ટીકરણ કર્યું છે. શબ્દ નયમાં લક્ષણ જણાવીને કાલાદિની અપેક્ષાએ અર્થભેદ દર્શાવ્યો છે. સમભિરૂઢના સ્વરૂપમાં લક્ષણ જણાવીને પર્યાય શબ્દના વિવિધ અર્થો જણાવ્યા છે તથા એવંભૂતનયના પ્રસંગે લક્ષણ, સ્વરૂપ, શબ્દોનો ખરો અર્થ, નયના ભેદ વગેરે બીના જણાવી છે.
૧૨. નયોપદેશ : આ ગ્રંથની ઉપર પોતે નયામૃતતરંગિણી નામની ટીકા બનાવી છે, તેમાં વિસ્તારથી બહુ જ સ્પષ્ટ રીતે પ્રસ્થાદિ દગંતો દઈને સાતે નયનોનું સ્વરૂપ, દરેક નયની ક્યારે અને ક્યાં યોજના કરવી? દરેક નય કયા કયા નિક્ષેપો માને છે? તે તેમ જ પ્રસંગે પ્રતિમા પ્રતિષ્ઠાદિના વિચાર દર્શાવ્યા છે.
૧૩. જ્ઞાનબિંદુ : આ ગ્રંથનું પ્રમાણ - ૧૨૫૦ શ્લોકનું છે. તેના ઉપર ટીકા નથીઃ (૧) જ્ઞાન એટલે શું (૨) મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાન કઈ અપેક્ષાએ છાઘસ્થિક ગુણ કહેવાય છે? (૩) જ્ઞાનના ભેદ કેટલા? (૪) મતિજ્ઞાનનું લક્ષણ શું? (૫) મતિજ્ઞાનને શ્રુતજ્ઞાનથી અલગ કહેવાનું શું કારણ? (૬) મતિજ્ઞાનના કૃતનિશ્રિત - અશ્રુતનિશ્રિત ભેદોનું સ્વરૂપ શું?
પણમાણી D. 15